ટ્રેન લેટ થશે તો એસએમએસ આપીને જણાવશે રેલવે, થશે અનેક ફાયદા

ધુમ્મસને કારણે હાલના દિવસોમાં રેલગાડી કેટલાક કલાકો લેટ ચાલી રહી હોય અને સ્ટેશન પહોચવામાં સમય લાગતો હોય તો આ અંગેની જાણાકરી રેલવે હવે મોબાઇલમાં એસએમએસ આપીને કરશે. 

ટ્રેન લેટ થશે તો એસએમએસ આપીને જણાવશે રેલવે, થશે અનેક ફાયદા

નવી દિલ્હી:ધુમ્મસને કારણે હાલના દિવસોમાં રેલગાડી કેટલાક કલાકો લેટ ચાલી રહી હોય અને સ્ટેશન પહોચવામાં સમય લાગતો હોય તો આ અંગેની જાણાકરી રેલવે હવે મોબાઇલમાં એસએમએસ આપીને કરશે. આ વ્યવસ્થા ઉત્તર રેલવે તરફથી ધુમ્મ્સના દિવસોમાં માટે કરવામાં આવી છે. એવી જાણાકારી ઉત્તર રેલવેના મહાપ્રબંધક ટીપી સિંહે કરી હતી. તેમણે કહ્યું તે, આ સુવિધાઓના કારણે યાત્રિકોને ફાયદોએ થશે કે ગાડી સ્ટેશન પર આવાની હશે તેનો ટાઇમ જાણી તેઓ ઘરેથી નિકળી શકશે. સાથેજ સ્ટેશન પર થતી ખોટી ભીડને આ કારણે રોકી શકાશે. 

ધુમ્મસ વાળા દિવસો માટે કરવામાં આવી સુવિધા 
રેલવે તરફથી ધુમ્મસના દિવસોમાં રેલગાડીઓને સુરક્ષિત પરિચાલન કરવા અંગે અનેક સુવિધાઓની તૈયારી કરી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઉત્તર રેલવે તરફથી આશરે 2500થી પણ વધારે ફોગ સેફ ડિવાઇસ રેલગાડીના એન્જીનમાં લગાવામાં આવ્યા છે. આ ફોગસેફ ડિવાઇસ ઘાટ ધુમ્મસમાં પણ સિગ્નલ આવવા પહેલા ડ્રાયવરને ચેતવણી આપે છે. જેથી ડ્રાયવરને સિગ્નલ જોવામાં સહેલાઇ રહે છે. જ્યારે રેલવે તરફથી ધુમ્મસ દરમિયાન ટ્રેક પર સિગ્નલ પહેલા ફટાકડા લગવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ફાટાકડા ફૂટવાને કારણે ડ્રાયવરને ખબર પડશે કે સિગ્નલ આવી રહ્યું છે. 

સ્ટેશનો પર રોજ માપવામાં આવશે ધુમ્મસ
ધુમ્મસ કેટલો ઘાટ છે તેની તપાસ કરવા માટે રેલવે સ્ટેશનો પર એક ખાસ જગ્યા પર એક બોર્ડ લગાવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનો પર સ્ટેશન માસ્ટરોને આ પ્રકારની જવાબદારી સોપવામાં આવી છે. તે પહેલાથી જ નિશ્ચિત જગ્યા પર રોજ સવારે બોર્ડ પર દેખાશે. અને તેમને જો આ બોર્ડ જોવામાં મુશ્કેલી પડશે તો તે ઘાટ ધુમ્મસની જાહેરાત કરી દેશે, 

મોટા ભાગની રેલગાડીઓ થાય છે રદ
ઉત્તર રેલવેના મહાપ્રબંધક ટીપી સિંહે જણાવ્યું કે ધુમ્મસને કારણે રેલવેને સારી રીતે પરિવહન કરવુ જરૂરી બની જાય છે. અને તેના કારણે કેટલીક ગાડીઓ રદ કરવામાં આવે છે. પ્રયાસ કરવામાં આવશે કે પેસેન્જર ગાડીઓને રદ કરવામાં ન આવે પણ વધારે ધુમ્મસ હોવાને કરાણે અમુક એક્સપ્રેસ ગાડીઓને પણ રદ કરવામાં આવી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news