હવે પોસ્ટમેન કાગળની સાથેસાથે આપશે લોન!
જો તમે લોન લેવા ઇચ્છતા હો તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બહુ જલ્દી તમને આ સુવિધા આપશે
Trending Photos
નવી દિલ્હી : બેંકના ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. જો તમે લોન લેવા માગતા હો તો ઇન્ડિયા બેંકના ગ્રાહકોના માટે સારા સમાચાર છે. જો તમને લોન લેવા ઇચ્છતા હો તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બહુ જલ્દી તમને આ સુવિધા આપી દેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 ઓગસ્ટે ઇન્ડિયા પોસ્ટની પેમેન્ટ બેંકનો શુભારંભ કરશે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB)ની તમામ 650 શાખાઓ આ વર્ષના એપ્રિલ સુધીમાં શરૂ થવાની આશા સેવાય છે. લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના લેખિત જવાબમાં મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકે IPPBને 20 જાન્યુઆરી, 2017ના રોજ પેમેન્ટ બેંકનાં કામકાજ માટે લાઇસન્સ ફાળવ્યું હતું અને ત્યાર બાદ IPPBએ 30 જાન્યુઆરી 2017ના રોજ બે પાયલોટ શાખા ખોલી હતી, જેમાંથી એક છત્તીસગઢના રાયપુરમાં અને બીજી ઝારખંડના રાંચીમાં અન્ય કામ કરી રહી છે. આઈપીપીબીનો હેતુ ભારતભરમાં પહોંચવાનો છે અને દેશભરમાં તમામ પોસ્ટ ઓફિસો (લગભગ 1.55 લાખ) આઇપીપીબી શાખાઓમાં રૂપાંતરિત થશે, જ્યાં આરબીઆઇની માર્ગદર્શિકા મુજબ બેન્કિંગ પ્રોડક્ટસ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ગ્રાહકો માટે ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવશે અને ડોમેસ્ટિક રેમિટેન્સ ઓફરિંગની મદદથી ફંડ ટ્રાન્સફર માટે સસ્તું અને સુરક્ષિત માધ્યમ હશે. પેમેન્ટ બેન્કના તમામ ગ્રાહકો NEFT, IMPS, AEPS, UPI તથા ડોમેસ્ટિક રેમિટન્સથી કરી શકશે. આ બેંકના સ્થાપના પાછળ સરકારનો અન્ય એક હેતુ સબસીડી અને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરને વધુ મજબૂત બનાવવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે