બેકારો માટે મોટા સારા સમાચાર !  આ મોટી કંપની 1 હજાર લોકોને આપી રહી છે નોકરી

કંપની 10થી 12 ઓગસ્ટ વચ્ચે મોટું અભિયાન ચલાવી રહી છે

Updated: Aug 9, 2018, 05:39 PM IST
બેકારો માટે મોટા સારા સમાચાર !  આ મોટી કંપની 1 હજાર લોકોને આપી રહી છે નોકરી

નવી દિલ્હી : બેરોજગાર યુવાનો અને તાજા ગ્રેજ્યુએટ્સ માટે એક સારા સમાચાર છે. આઇટી ક્ષેત્રની મોટી કંપની HCL ટેકનોલોજીસ લખનૌ તેમજ આસપાસના વિસ્તારના લગભગ એક હજાર બેરોજગારોને નોકરીની તક આપશે. આ માટે કંપની 10થી 12 ઓગસ્ટ વચ્ચે ‘મેગા ભરતી અભિયાન’ ચલાવશે. એચસીએલ ટેકનોલોજીના ટોચના અધિકારી સંજય ગુપ્તાએ માહિતી આપી છે કે તેમની કંપની 10થી 12 ઓગસ્ટ વચ્ચે લખનૌમાં મેગા ભરતી અભિયાન ચલાવશે. આ દરમિયાન એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ પદ પર ભરતી કરવામાં આવશે. 

આ ભરતી દરમિયાન 350 જેટલા ફ્રેશર્સ અને 650 અનુભવીઓને નોકરીની તક આપવામાં આવશે. નોંધનીય છે કે કંપનીએ ગયા વર્ષે 11 ધોરણ પાસ 84 ઉમેદવારોની પસંદગી કરી હતી. આ ઉમેદવારોને પછી પ્રશિક્ષણ આપ્યા પછી ફુલટાઇમ કર્મચારી તરીકે નોકરી આપી દેવામાં આવી હતી. HCL સિવાય બીજી કંપની ટેક મહિન્દ્રા પણ આવતા સમયમાં લગભગ 4,000 જેટલા નવા ગ્રેજ્યુએટ તેમજ ફ્રેશર્સને નોકરી આપશે. 

સંજય  ગુપ્તાએ માહિતી આપી છે કે એચસીએલ લખનૌએ 2016ના ઓક્ટોબર મહિનામાં પોતાનું સંચાલન શરૂ કર્યું હતું. બે વર્ષથી ઓછા સમયમાં જ શહેરના નિવાસીઓ માટે રોજગારના 2500થી વધારે અવસર ઉભા કરવામાં આવ્યા છે. લગભગ 100 એકર વિસ્તારમાં ફેલાયેલી આ કંપનીમાં ઉત્પાદન, એન્જિનિયરિંગ તેમજ બીપીઓ સહિત અનેક સેવા પુરી પાડવામાં આવે છે. 

બિઝનેસવર્લ્ડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...