ઘર ખરીદવામાં નહી થાય સમસ્યા, સરકાર આપી રહી છે લાખોની છૂટ

ઘર ખરીદવું હંમેશા એક મોટું પગલું હોય છે. ભલે બિલ્ડર્સ અને ડીલર્સ તમને ઘર ખરીદવા માટે આકર્ષક ઓફર આપી શકે છે. પરંતુ તેમછતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે આખરે આટલા રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે થશે. તો હવે તમને રૂપિયાની ખોટ વિશે વિચારવું નહી હોય. કેન્દ્ર સરકાર માટે તમારે લાખોની છૂટની યોજના લઇને આવી છે.

ઘર ખરીદવામાં નહી થાય સમસ્યા, સરકાર આપી રહી છે લાખોની છૂટ

નવી દિલ્હી: ઘર ખરીદવું હંમેશા એક મોટું પગલું હોય છે. ભલે બિલ્ડર્સ અને ડીલર્સ તમને ઘર ખરીદવા માટે આકર્ષક ઓફર આપી શકે છે. પરંતુ તેમછતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે આખરે આટલા રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે થશે. તો હવે તમને રૂપિયાની ખોટ વિશે વિચારવું નહી હોય. કેન્દ્ર સરકાર માટે તમારે લાખોની છૂટની યોજના લઇને આવી છે. આ યોજનાનો લાભ ઉઠાવવામાં મોડું ન કરો. 

2.67 લાખ સુધીની મળશે છૂટ
અમારી સહયોગી વેબસાઇટના અનુસાર એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ (Affordable Housing Scheme) હેઠળ સબસિડી આપવાની જોગવાઇ આગામી એક વર્ષ સુધી લાગૂ રહેશે. તેના માટે EWS/LIG, MIG-1 અને MIG-2 કેટેગરી બનાવવામાં આવી છે. EWS/LIG મકાન ખરીદવા પર તમને વધુમાં વધુ 2,67,280 રૂપિયાની સબસિડી મળશે. એટલે કે લોનના કુલ વ્યાજમાંથી આટલી રકમ ઘટી જશે. લોકસભામાં હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે EWS/LIG વ્યાજ સબસિડી 6.5% રહેશે. જ્યારે MIG 1 અને MIG 2માં વ્યાજ સબસિડી 4% અને 3% મળશે. 

શું હોય છે અફોર્ડેબલ હાઉસિંગ
સરકારના અનુસાર અફોર્ડેબલ હાઉસિંગ એવી ટાઉનશિપ છે, જેને એક શહેરમાં રહેનાર લગભગ 60 ટકા ખરીદી શકે. આ 60 ટકા મધ્યમ વર્ગથી તૈયાર થશે, જ્યારે બાકી 40 ટકા ઓછી આવક વર્ગના લોકો ક્યારેય પણ મકાન ખરીદી શકતા નથી. 60માંથી પણ ટોપ 20 ટકા ઉચ્ચ આવક વર્ગના લોકો પાસે શહેરમાં મકાન ખરીદવામાં પૈસા હોતા નથી. એવામાં એફોર્ડેબલ હાઉસિંગ કેટેગરીમાં ટાર્ગેટ કસ્ટમર મધ્યમ વર્ગીય લોકો જ છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધી તમામ માટે ઘરનો વાયદો કર્યો છે. અત્યારે ઘર ખરીદવા પર વ્યાજ પર 2 લાખ રૂપિયા છૂટ મળી રહી છે. આ ઉપરાંત સેક્શન 90સી હેઠળ મૂળધન પર પણ 1.5 લાખ રૂપિયાની છૂટ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news