8 ના બદલે 12 કલાક કામ કરવા થઇ જાવ તૈયાર, કાયદામાં ફેરફાર પર વિચાર કરી રહી છે સરકાર

ટૂંક સમયમાં ઓફિસમાં દરરોજ કામ કરવાના કલાકમાં વધારો થઇ શકે છે. શ્રમ મંત્રાલયે એક પ્રસ્તાવ સંસદમાં આપ્યો છે. જેના દ્વારા ઓફિસમાં કાર્ય કરવાના સમયને 8 કલાકથી વધારવામાં આવશે.

8 ના બદલે 12 કલાક કામ કરવા થઇ જાવ તૈયાર, કાયદામાં ફેરફાર પર વિચાર કરી રહી છે સરકાર

નવી દિલ્હી: જલદી જ ઓફિસમાં દરરોજ કામ કરવાના કલાકમાં વધારો થઇ શકે છે. શ્રમ મંત્રાલયે એક પ્રસ્તાવ સંસદમાં આપ્યો છે. જેના દ્વારા ઓફિસમાં કાર્ય કરવાના સમયને 8 કલાકથી વધારવામાં આવશે. જોકે એક અઠવાડિયામાં કુલ કાર્યના કલાકોમાં કોઇ વધારો થશે નહી. તો બીજી તરફ રજા પર વધારી શકે છે. 

આટલા કલાક દરરોજ કરવું પડશે કામ
મિનિસ્ટ્રીએ વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્સ્થ્ય અને કાર્ય શરતો (OSH)સંહિતા 2020ના ડ્રાફ્ટ નિયમો હેઠળ અધિકતમ 12 કલાકના વર્કિંગ અવરનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તેમાં અલ્પકાલિક અવકાશ (Interval)પણ સામેલ છે. જોકે 19 નવેમ્બર 2020ના પરિપત્ર આ ડ્રાફ્ટમાં વીકલી કામ કરવાના કલાકોને 48 કલાક પર યથાવત રાખવામાં આવ્યા છે. 

આ પણ છે જોગવાઇ
હાલ જે નિયમ છે. તેના અનુસાર 8 કલાકની શિફ્ટ છ દિવસ સુધી રહે છે. તેમાં એક સાપ્તાહિક રજા હોય છે. તો બીજી 9 કલાકની શિફ્ટ કરવા પર અઠવાડિયામાં બે દિવસની રજા હોય છે. નવા નિયમ અનુસાર દરરોજ 12 કલાકની શિફ્ટ હશે અને ત્રણ દિવસની રજા મળશે. કોઇપણ દિવસ ઓવરટાઇમની ગણતરીમાં 15 થી 30 મિનિટના સમયને 30 મિનિટ ગણવામાં આવશે. હાલની વ્યવસ્થા હેઠળ 30 મિનિટથી ઓછા સમયની ગણતરી ઓવરટાઇમના રૂપમાં કરવામાં આવતી નથી. 

પાંચ કલાકમાં મળશે અડધો કલાકનો બ્રેક
નવા નિયમ અનુસાર સતત પાંચ કલાક કામ કર્યા બાદ અડધો કલાકનો બ્રેક આપવો જરૂરી રહેશે. કામના કલાકને એ રીતે વ્યવસ્થિત કરવા પડશે કે વચ્ચે આરામ માટે ઇન્ટરવલના સમય સહિત કોઇપણ દિવસ કાર્યના કલાક 12 કલાકથી વધુ ન હોવા જોઇએ.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news