ડોલર કરતાં પણ મોંઘી બનેલી ડુંગળી મામલે સારા સમાચાર...ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક
ડુંગળી ડોલર કરતાં મોંઘી: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવા લાખ ગુણ ડુંગળીની આવક થઇ છે. આજે ખેડૂતોને 450 થી લઇને 2100 રૂપિયા સુધી ભાવ મળ્યો છે. આ વર્ષે 15 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેન્દ્ર સરકારને ડુંગળી અંગે ગોંડલ યાર્ડનો પ્રોત્સાહિત કરવાનું જણાવાયુ છે. તો ખેડૂતોએ ડુંગળીના ભાવથી ખેડૂતોને ફાયદો થશે તેવું જણાવ્યુ હતુ. ગોંડલ યાર્ડમાં વાહનોની કતાર લાગી હતી.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ : ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળી હાલમાં ડોલર કરતાં પણ મોંઘી થઇ છે. ગરીબ તો ડુંગળી ખરીદવાનો વિચાર પણ કરી શકે એમ નથી એવા માહોલમાં મધ્યમ વર્ગ માટે પણ રસોડામાંથી ડુંગળી ઓછી થઇ રહી છે. જોકે આ સંજોગોમાં સારા સમાચાર છે કે ડુંગળીની નવી આવક શરૂ થઇ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવા લાખ ગુણ ડુંગળીની આવક થઇ છે. આજે ખેડૂતોને 450 થી લઇને 2100 રૂપિયા સુધી ભાવ મળ્યો છે. આ વર્ષે 15 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેન્દ્ર સરકારને ડુંગળી અંગે ગોંડલ યાર્ડનો પ્રોત્સાહિત કરવાનું જણાવાયુ છે. તો ખેડૂતોએ ડુંગળીના ભાવથી ખેડૂતોને ફાયદો થશે તેવું જણાવ્યુ હતુ. ગોંડલ યાર્ડમાં વાહનોની કતાર લાગી હતી.
એક તરફ ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો બીજી તરફ, ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક સામે આવી છે. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની 1 લાખ 10 હજાર બોરીની આવક સામે આવી છે. જેને કારણે ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડુંગળીની હરરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ રૂપિયા 450થી લઈને 2011 રૂપિયા સુધીના બોલાયા હતા.
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થતા જ માર્કેટ યાર્ડ આસપાસ હજારો વાહનોની લાંબી લાઈન લાગી હતી. ગઈકાલથી માર્કેટયાર્ડની બહાર ડુંગળીની ગાડીઓની લાઈન સર્જાઈ હતી. આજે સવારથી હરાજી થવાની હતી, તેથી ગઈકાલથી જ ખેડૂતો ટ્રક લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. વાહનોની 4 થી 5 કિલોમીટરની લાંબી લાઇનો લાગી હતી. જેથી ગોંડલ માર્કેટયાર્ડ ગઈકાલથી ખીચોખીચ ભરેલુ જોવા મળ્યું હતું.
હાલ ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં ડુંગળીનો ભાવ 150 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં થયેલી ડુંગળીની વધુ આવકથી તેના ભાવમાં ઘટાડો થવાની આશા જાગી છે. જો, ડુંગળીના ભાવમાં થોડોઘણો ઘટાડો થાય તો લોકોને રાહત મળી શકે છે. સરકાર પણ ડુંગળીના ભાવને અંકુશમાં લાવવા માટે બેઠકો પર બેઠકો કરી રહી છે, પરંતુ તેનો હજી કોઈ ઉકેલ આવ્યો નથી. દેશભરમાં ડુંગળીના ભાવ હજુ સુધી અંકુશમાં આવ્યા નથી. તેથી ગરીબોની થાળી સુધી ડુંગળી પહોંચી નથી રહી. તો બીજી તરફ, ગોવામાં તો ડુંગળી 165 રૂપિયે કિલો વેચાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે