Cheque Rule: બેંકના ચેક પર રકમ બાદ કેમ લખવામાં આવે છે Only? નહીં લખો તો પસ્તાશો

Cheque Rules: બેંકમાં ચેકથી ઘણી લેવડ-દેવડ થાય છે. પરંતુ આ ચેકમાં જે વિગતો ભરવામાં આવે છે તેના પાછળનું કારણ કોઈને ખબર નથી હોતું. બેંકના ચેકમાં ખાસ તો બે લાઈન કરવામાં આવે છે અને તેમાં રકમની પાછળ માત્ર અથવા Only લખવામાં આવે છે. તેનું કારણ જાણવું જરૂરી છે. 

Cheque Rule: બેંકના ચેક પર રકમ બાદ કેમ લખવામાં આવે છે Only? નહીં લખો તો પસ્તાશો

બેંકમાં ચેકથી ઘણી લેવડ-દેવડ થાય છે. પરંતુ આ ચેકમાં જે વિગતો ભરવામાં આવે છે તેના પાછળનું કારણ કોઈને ખબર નથી હોતું. બેંકના ચેકમાં ખાસ તો બે લાઈન કરવામાં આવે છે અને તેમાં રકમની પાછળ માત્ર અથવા Only લખવામાં આવે છે. તેનું કારણ જાણવું જરૂરી છે. કારણ કે તમે એ ન લખો તો પસ્તાઈ શકો છો.

કેમ લખવામાં આવે છે Only?
ચેકની પાછળ Only લખવું તમારી સુરક્ષા માટે છે. જેનાથી ખાતામાં થતી છેતરપિંડીને રોકી શકાય છે. જો તમે એવું નહીં કરો તો કોઈ ધારી રકમ ખાતામાંથી ઉપાડી શકે છે. ધારો કે તમે કોઈને 20, 000નો ચેક આપો છો અને Only નથી લખતા તો લેનાર તેની આગળ આંકડો લખીને તેને વધારી શકે છે સાથે જ નંબરમાં અમાઉન્ટ લખતી વખતે /- લખવું જરૂરી છે. જેથી આગળ વધુ અમાઉન્ટની જગ્યા ન રહે.

Only ન લખવા પર શું થશે?
જો તમે ચેક પર Only લખતા ભૂલી જાઓ તો શું થશે? શું ચેક બાઉન્સ થશે? એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે Only નહીં લખો તો કોઈ ખરાબ અસર નહીં થાય. પરંતુ તમારી સિક્યોરિટી માટે સારું નથી. ચેકમાં તમારી આ નાની ભૂલના કારણે વ્યક્તિ છેડછાડ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news