તમારી પાસે છે બે પાન કાર્ડ, તો ફટાફટ કરો આ કામ નહીં તો 10,000 રૂપિયાનો દંડ થશે
એક વ્યક્તિની પાસે બે પાન કાર્ડ હોવાની સ્થિતિમાં ઈન્કમટેક્સ વિભાગે કડક સૂચના જાહેર કરી છે. જો કોઈ વ્યક્તિ તેને છૂપાવે છે તો પછી ઈન્કમટેક્સ અધિનિયમ 1961ના સેક્શન 272B અંતર્ગત તેને 6 મહિનાની જેલ કે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
Trending Photos
નવી દિલ્લી: આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ આજના સમયમાં સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયું છે. દરેક નાણાંકીય કાર્યમાં તેની જરૂર રહે છે. પછી કોઈ બેંકનું એકાઉન્ટ ખોલવાનું હોય કે પછી કોઈ પ્રોપર્ટી ખરીદવાની હોય. પરંતુ અનેક એવા કેસ સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિના ભૂલથી બે પાન કાર્ડ બની ગયા હોય. જો તમારી સાથે પણ આવું થયું છે તો આ ભૂલ તમારા માટે મુસીબત વધારી શકે છે અને તમારે દંડ ભરવો પડી શકે છે.
જેલ અને દંડની જોગવાઈ:
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ ભૂલને સુધારવા માટે દિશા-નિર્દેશ પહેલાંથી જ જાહેર કર્યા છે. વિભાગના જણાવ્યા પ્રમાણે એકથી વધારે પાન કાર્ડ રાખવા ગેરકાયદેસર છે. આવું કરવા અને આ વાતને છૂપાવવાની સ્થિતિમાં ઈન્કમટેક્સ અધિનિયમ 1961ના સેક્શન 272B અંતર્ગત તેને 6 મહિનાની જેલ કે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
ઝડપથી એકસ્ટ્રા પાન કાર્ડ સરેન્ડર કરો:
તમારા માટે જરૂરી છે કે જેટલું ઝડપથી બની શકે તેટલું ઝડપથી એક્સ્ટ્રા પાન કાર્ડને સરેન્ડર કરી દો. એકસ્ટ્રા પાન કાર્ડને સરેન્ડર કરવા માટે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની સુવિધા આપે છે. તેના માટે તમારે ઈન્કમટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈને લોગીન કરવાનું રહેશે. કે પછી સંબંધિત NSDLઓફિસમાં જઈને આ કામ કરી શકો છો. આ કામને જેટલું ઝડપથી પૂરું કરી શકે તેટલું કરો.
પાન કાર્ડને સરેન્ડર કરવાની પ્રોસેસ:
પાન કાર્ડને સરેન્ડર કરવાની પ્રોસેસ એકદમ સરળ છે. તેના માટે તમારે ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટ પર જવું પડશે. અને ત્યાં તમારે Request New Pan Card Or/And Changes Or Correction In PAN Data ઓપ્શન પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે, પછી આ ફોર્મને ભરીને બંને પાન કાર્ડ અને તેના માટે જરૂરી દસ્તાવેજોની સાથે NSDL ઓફિસ જવાનું રહેશે.
સાવધાની તમને દંડથી બચાવશે:
NSDL ઓફિસમાં તમારા ભરેલા ફોર્મની સાથે તમારી પાસે હાલના એકસ્ટ્રા પાન કાર્ડને જમા કરાવવાનું રહેશે. અહીંયા જણાવી દઈએ કે આ પ્રક્રિયાને પૂરી કરતા સમયે 100 રૂપિયાનો બોન્ડ ભરવાનો હોય છે. આ રીતે તમે પોતાના એક્સ્ટ્રા પાન કાર્ડને સરેન્ડર કરવાની પ્રોસેસ પૂરી કરી શકો છો અને આ ભૂલથી લાગનારા 10,000 રૂપિયા સુધીના દંડથી બચી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે