₹3 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 10% ની લાગી અપર સર્કિટ, આ મોટી બેન્કનો છે દાવ

29 ડિસેમ્બર, 2023 ના રોજ, આ શેર 5.29 રૂપિયા પર હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. નવેમ્બર 2023માં શેર ઘટીને રૂ. 1.93 થયો હતો, જે શેર માટે 52 સપ્તાહની નીચી સપાટી છે.

₹3 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 10% ની લાગી અપર સર્કિટ, આ મોટી બેન્કનો છે દાવ

India Steel Works share: શેરબજારના ઐતિહાસિક ઉછાળા વચ્ચે હજુ પણ કેટલાક પેની સ્ટોક ખરીદવાની તક છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ઈન્ડિયા સ્ટીલ વર્ક્સના શેર સાથે કંઈક આવું જ બન્યું હતું. ટ્રેડિંગ દરમિયાન, આ શેર 10 ટકાના અપર સર્કિટ સાથે રૂ. 3.94 પર પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે શેરનો ભાવ રૂ. 3.93 હતો. શેરમાં એક દિવસ અગાઉની સરખામણીમાં 9.47%નો ઉછાળો છે. 29 ડિસેમ્બર, 2023 ના રોજ, આ શેર 5.29 રૂપિયા પર હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. નવેમ્બર 2023માં શેર ઘટીને રૂ. 1.93 થયો હતો, જે શેર માટે 52 સપ્તાહની નીચી સપાટી છે.

શેરહોલ્ડિંગ પેટર્નની ડિટેલ
માર્ચ 2024ની શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો ઈન્ડિયા સ્ટીલ વર્ક્સ લિમિટેડમાં પ્રમોટરની 48.05 ટકા ભાગીદારી હતી. તો પબ્લિક શેરહોલ્ડિંગની વાત કરીએ તો 51.95 ટકા ભાગીદારી છે. પબ્લિક શેરહોલ્ડર્સમાં પ્રાઇવેટ સેક્ટરના દિગ્ગજ કોટક મહિન્દ્રા બેન્ક પાસે 50,00,000 શેર કે 1.26 ટકા ભાગીદારી છે.

કંપની વિશે
તમને જણાવી દઈએ કે ઈન્ડિયા સ્ટીલ વર્ક્સ લિમિટેડ વર્ષ 1992માં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયું હતું. કંપની 3 ફેક્ટરીઓમાં 1000 થી વધુ કર્મચારીઓ અને કામદારોને રોજગારી આપે છે. કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા દર વર્ષે 180,000 ટન છે. ફેક્ટરીઓ 160,000 ચોરસ મીટરના જમીન વિસ્તારમાં ફેલાયેલી છે. નવી મુંબઈ, સાવરોલી અને ખોપોલીમાં શહેરની આસપાસના પ્લાન્ટ્સ સાથે મુંબઈના બિઝનેસ સેન્ટરમાં આવેલી હેડ ઑફિસમાંથી કામગીરી ચલાવવામાં આવે છે.

શેર બજારની સ્થિતિ
શુક્રવારે સતત નવમાં સત્રમાં શેર બજારમાં તેજી હતી. 30 શેરવાળો બીએસઈ બેંચમાર્ક 231.16 પોઈન્ટ વધી 82,365.77 ના ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન તે 502.42 પોઈન્ટ ઉછળી 82,637.03 ના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. શેર બજારમાં નવમાં દિવસની તેજીથી ઈન્વેસ્ટરોની સંપત્તિ 10 લાખ કરોડ રૂપિયા વધી હઈ છે. આ દરમિયાન બીએસઈ સેન્સેક્સમાં બે ટકાનો વધારો થયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news