લોકસભાની ચૂંટણીના પરિણામ પછી સતત વધી રહી છે પેટ્રોલની કિંમત, આજે થયો આટલો વધારો

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ના પરિણામના બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે કિંમતમાં વધારો નોંધાયો હોય એવો સતત છઠ્ઠો દિવસ છે.

લોકસભાની ચૂંટણીના પરિણામ પછી સતત વધી રહી છે પેટ્રોલની કિંમત, આજે થયો આટલો વધારો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ના પરિણામના બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. આજે કિંમતમાં વધારો નોંધાયો હોય એવો સતત છઠ્ઠો દિવસ છે. દિલ્હીમાં શનિવારે સવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 14 પૈસાનો અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 12 પૈસાનો વધારો જોવા મળ્યો છે. અંતિમ તબક્કાનું મતદાન થતા જ આ કિંમતમાં વધારો જોવા મળ્યો છે. 19 મેના દિવસે પેટ્રોલની કિંમત 71.03 રૂપિયા પ્રતિ લીટર હતી જે 25 મેના દિવસે વધીને 71.53 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચી ગઈ છે.  

શનિવારે સવારે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે ક્રમશ: 71.53 રૂ., 77.11 રૂ., 73.57 રૂ. અને 74.22 રૂ.ના સ્તર પર આવી ગઈ છે. આ સિવાય ડીઝલની કિંમત 12 પૈસાની તેજી પછી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઇમાં ક્રમશ: 66.57 રૂ., 69.73 રૂ., 68.3 રૂ. અને 70.35 રૂ.ના સ્તર પર જોવા મળી. આ પહેલાં શુક્રવારે પણ પેટ્રોલની કિંમતમાં 14 પૈસાની અને ડીઝલની કિંમતમાં 16 પૈસાની તેજી જોવા મળી હતી. 

સ્થાનિક ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપો પર લાગૂ થાય છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવના આધારે ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયો અને ડોલરના વિનિમય દરથી ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે ઇરાન પર અમેરિકન પ્રતિબંધ લાગુ થયા પછી ભારતમાં કાચા તેલ મામલે મુશ્કેલી વધી ગઈ છે. ભારતમાં જેટલું કાચું તેલ આયાત કરવામાં આવે છે એનો દસમો ભાગ ઇરાનથી મંગાવાય છે. અમેરિકન પ્રતિબંધ લાગુ થયા પછી ઇન્ડિયન ઓઇલ અને બીજી ભારતીય રિફાઇનરી કંપનીઓએ ઇરાન પાસેથી કાચા તેલની આયાત બંધ કરી દીધી છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે 31 માર્ચે પુરા થયા 2018-19ના નાણાંકીય વર્ષમાં ભારતે ઇરાન પાસેથી કુલ મળીને 2.40 કરોડ ટન કાચા તેલની ખરીદી કરી હતી. આ ખરીદીમાંથી 90 લાખ ટન તેલની ખરીદી તો માત્ર ઇન્ડિયન ઓઇલે જ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news