200 થી વધારે કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત રવિ પુજારીને ક્રાઇમબ્રાંચે ઉઠાવ્યો, અમુલનાં MD ને પણ આપી હતી ધમકી

અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધારે એક સિમાચિન્હ રૂપ કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવવી, માનવતસ્કરી, ડ્રગ્સ તસ્કરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને સમગ્ર ભારતમાં જેની વિરુદ્ધ કેસો નોંધાયેલા છે તેવો ડોન રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ દ્વારા બેંગ્લોરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે ગેંગસ્ટરના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. જેના આધારે બેંગ્લોરથી અમદાવાદ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. જેના પગલે ટીમ રવિ પુજારીને બેંગ્લોરથી લઇને રવાના થઇ હતી. 

200 થી વધારે કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત રવિ પુજારીને ક્રાઇમબ્રાંચે ઉઠાવ્યો, અમુલનાં MD ને પણ આપી હતી ધમકી

મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધારે એક સિમાચિન્હ રૂપ કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવવી, માનવતસ્કરી, ડ્રગ્સ તસ્કરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને સમગ્ર ભારતમાં જેની વિરુદ્ધ કેસો નોંધાયેલા છે તેવો ડોન રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ દ્વારા બેંગ્લોરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે ગેંગસ્ટરના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. જેના આધારે બેંગ્લોરથી અમદાવાદ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. જેના પગલે ટીમ રવિ પુજારીને બેંગ્લોરથી લઇને રવાના થઇ હતી. 

ક્રાઇમબ્રાંચના PI એચ.એમ વ્યાસની આગેવાનીમાં ગેંગ્સટર રવિ પુજારીને અમદાવાદ લાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, રવિ પુજારી કેસની તપાસ માટે ક્રાઇમબ્રાંચ દ્વારા 11 લોકોની ટીમ બનાવાઇ હતી. જેની જવાબદારી એચ.એમ વ્યાસને સોંપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, પુજારી વિરુદ્ધ ગુજરાતમાં બોરસદમાંથી ખંડણી માંગવી, આણંદના અરવિંદ પટેલને ધમકી આપવી, અમુલના MD આર.એસ સોઢીને ધમકી આપીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે. 


(રવિ પુજારીને લઇને ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ટીમ રવાના થઇ)

રવિ પૂજારીના નામનાથી ફોન કરી કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસમા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ પાંચ કેસોની તપાસ કરી રહી છે. જે કેસને લઈને એક પગેરું મળ્યું હતું. તમામ કોલ ઇન્ટરનેટના માધ્યમથી કરવામા આવ્યા છે. જેમા સાઉથ આફ્રિકા અને સીવીઝર્લેન્ડના ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તેને ધરપકડ કરીને બેંગ્લોર લવાયો હતો. જ્યાંથી ટ્રાન્ઝીટ રિમાન્ડ દ્વારા ગુજરાતમાં લવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિ પુજારી વિરુદ્ધ 50થી વધારે કેસ ચાલી રહ્યા છે જ્યારે દેશમાં 200થી પણ વધારે કેસો ચાલી રહ્યા છે. જેમાં ડ્રગ્સની હેરાફેરી, ખંડણી માંગવી, માનવતસ્કરી સહિતનાં અનેક કેસોનો સમાવેશ થાય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમબ્રાંચ પોતાની આગવી કાર્યશૈલી માટે જાણીતી છે. હાલમાં જ ખુબ જ વિવાદિત અને બહુચર્ચિત સ્વીટી પટેલ કાંડની તપાસ પણ સ્થાનિક જિલ્લા પોલીસ પાસેથી લઈને અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપ્યાની જાહેરાત ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી. અશક્ય એવા કેસ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ ઓળખાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news