Petrol-Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો? જાણો તમારા શહેરનો ભાવ

કોરોના કાળમાં એક તરફ તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. ત્યાં બીજી તરફ પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ લોકોને સતત પરેશાન કરી રહ્યાં છે. જાણો આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ. સરકારી તેલ કંપનીઓ આજે તમારા ખિસ્સા ખાલી કરશે કે પછી તમને રાહત આપશે તે જાણવા માટે આ આર્ટિકલ વાંચો.

Petrol-Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો? જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્લીઃ કોરોના કાળમાં એક તરફ તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. ત્યાં બીજી તરફ પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ લોકોને સતત પરેશાન કરી રહ્યાં છે. જાણો આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ. સરકારી તેલ કંપનીઓ આજે તમારા ખિસ્સા ખાલી કરશે કે પછી તમને રાહત આપશે તે જાણવા માટે આ આર્ટિકલ વાંચો.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો કેટલો વધારો?
રાજ્યની તેલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price Today ) ફેરફાર કર્યા નથી. IOCLની વેબસાઈટ મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અમદાવાદની તો, અમદાવાદમાં 95.95 રૂપિયા પ્રતિ લીટરના ભાવે હાલ ડીઝલ વેચાઈ રહ્યું છે, જયારે પેટ્રોલની કિંમત 98.44 રૂપિયા પ્રતિ લીટર છે.

ટેક્સ ઘટાડીને સસ્તુ નહીં કરવામાં આવે ઈંધણઃ 
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) જણાવ્યું હતું કે હાલમાં તેના પર કોઈ ટેક્સ કાપવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં આ સમયે રાહત નહીં મળે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુપીએ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકવા માટે 1.44 લાખ કરોડના ઓઇલ બોન્ડ બહાર પાડ્યા હતા જેનું હજુ સુધી વ્યાજ ચૂકવી રહ્યા છે.

મે અને જૂનમાં સતત મોંઘુ થયું હતું ઈંધણ:
મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો . ઉલ્લેખનીય છે કે પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 74 ડોલરને પાર કરી ગયા હતા જેથી સ્થિતિ આ હદે વણસી હતી. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે.

દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ કેમ હોય છે?
ભારત એકમાત્ર દેશ છે જ્યાં બળતણ પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા સ્થાનિક કર અને નૂરને કારણે જુદા જુદા શહેરો માટે કિંમતોમાં તફાવત પણ અલગ છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી પણ વસૂલે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ–ડીઝલના લેટેસ્ટ ભાવ આ મુજબ છે:
City    Petrol    Diesel
Delhi    101.64    89.07
Mumbai    107.66    96.64
Chennai    99.32    93.66
Kolkata    101.93    92.132
 
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો:
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે જાહેર થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ:
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news