ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવારે ફરી સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ચેન્નઇમાં પેટ્રોલ 9 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 2 દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે જ્યારે ડીઝલ 20 પૈસા મોંઘુ થયું છે. 
ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવારે ફરી સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ચેન્નઇમાં પેટ્રોલ 9 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 2 દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે જ્યારે ડીઝલ 20 પૈસા મોંઘુ થયું છે. 

જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 69.36 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.29 રૂપિયા પ્રતિ લીટર

ગાંધીનગર
પેટ્રોલ: 69.42 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.35 રૂપિયા પ્રતિ લીટર

સુરત
પેટ્રોલ: 69.55 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.50 રૂપિયા પ્રતિ લીટર

વડોદરા
પેટ્રોલ: 69.06 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.99 રૂપિયા પ્રતિ લીટર

રાજકોટ
પેટ્રોલ: 69.42 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.36 રૂપિયા પ્રતિ લીટર

આ પહેલાં સતત 6 દિવસના વધારા બાદ બુધવારે કિંમતોમાં કોઇ ફેરફાર થયો ન હતો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 1.81 રૂપિયા 73.90 રૂપિયા, 77.44 રૂપિયા અને 74.57 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશ: 67.12 રૂપિયા અને 68.91 રૂપિયા પ્રતિ લીટર, 70.13 રૂપિયા અને 70.93 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

આ પહેલાં 1 દિવસના વિરામ બાદ ગુરૂવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવ ફરી 67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે અને પેટ્રોલ 71.73 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. 

જોકે ક્રૂડ ઓઇલના ભાવમાં બે દિવસની તેજી બાદ ફરી નરમાઇ થઇ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગુરૂવારે પેટ્રોલના ભાવમાં દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં સાત પૈસા, જ્યારે કલકત્તામાં છ પૈસાનો વધારો કર્યો. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવમાં આઠ પૈસા વધારો નોંધાયો છે.

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news