6 દિવસ બાદ સસ્તુ થયું પેટ્રોલ, તો ડીઝલના ભાવે પણ આપ્યા રાહતના સમાચાર

લાંબા સમય બાદ પેટ્રોલના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. ગત 6 દિવસોથી પેટ્રોલની કિંમત સ્થિર હતી. આજે કિંમતમાં 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ડીઝલ સતત બીજા દિવસે સસ્તુ થયું છે. ડીઝલના ભાવમાં 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવ સતત બે દિવસોથી ઘટી રહ્યાં છે.
6 દિવસ બાદ સસ્તુ થયું પેટ્રોલ, તો ડીઝલના ભાવે પણ આપ્યા રાહતના સમાચાર

નવી દિલ્હી :લાંબા સમય બાદ પેટ્રોલના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. ગત 6 દિવસોથી પેટ્રોલની કિંમત સ્થિર હતી. આજે કિંમતમાં 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ડીઝલ સતત બીજા દિવસે સસ્તુ થયું છે. ડીઝલના ભાવમાં 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવ સતત બે દિવસોથી ઘટી રહ્યાં છે.

પતિ રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ મળવા પર પત્ની રીવાબાએ શું કહ્યું, જાણો

આ મહિનામાં પેટ્રોલ અંદાજે 1 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ અંદાજે 80 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તુ થયું છે. ત્યારે હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગામી દિવસોમાં તે વધુ સસ્તુ થશે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. આ પહેલા 31 જુલાઈ અને 24 જુલાઈના રોજ પેટ્રોલ મોંઘુ થયું હતું. 

રવિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 71.91 રૂપિયા અને ડીઝલ 65.29 રૂપિયા છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલ 77.57 રૂપિયા અને ડીઝલ 68.42 રૂપિયા, કોલકાત્તામાં પેટ્રોલ 74.61 રૂપિયા અને ડીઝલ 67.64 રૂપિયા અને ચેન્નાઈમાં પેટ્રોલ 74.69 રૂપિયા અને ડીઝલ 68.95 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news