નવા વર્ષના પહેલા સામાન્ય માણસને રાહત, 69 રૂપિયાથી નીચે જશે પેટ્રોલનો ભાવ

વર્ષના છેલ્લા દિવસે પણ સામાન્ય માણસને પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રાહત મળી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમત સોમવારથી સતત ઘટી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

નવા વર્ષના પહેલા સામાન્ય માણસને રાહત, 69 રૂપિયાથી નીચે જશે પેટ્રોલનો ભાવ

નવી દિલ્હી: વર્ષના છેલ્લા દિવસે પણ સામાન્ય માણસને પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રાહત મળી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમત સોમવારથી સતત ઘટી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 69 રૂપિયા પ્રતિ લિટરથી ઓછો થઇ ગયો છે. જો આ વર્ષનો સૌથી ઓછામાં ઓછો ભાવ છે. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલની કિંમત મુંબઇમાં 91ને પાર અને દિલ્હીમાં 84ને પાર થઇ ગયો હતો.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસા જ્યારે કોલકાતામાં 19 અને ચેન્નાઇમાં 21 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. ત્યારે ડિઝલના ભાવમાં દિલ્હી અને કોલકાતામાં 23 પૈસા જ્યારે મુંબઇ અને ચેન્નાઇમાં 25 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, સોમવારે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવમાં ક્રમશ: 68.48 રૂપિયા, 70.96 રૂપિયા, 74.47 રૂપિયા અને 71.41 રૂપિયા પ્રતિ લિટર નોંધવામાં આવ્યો છે. ચાર મહાનગરોમાં ડિઝલ ક્રમશ: 62.86 રૂપિયા, 64.61 રૂપિયા, 65.76 રૂપિયા અને 66.35 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળવા લાગ્યું છે.

દિલ્હી-એનસીઆર સ્થિત નોઇડા, ગાજિયાબાદ, ફરીદાબાદ અને ગુરૂગ્રામમાં પેટ્રોલની કિંમતો ક્રમશ: 69.04 રૂપિયા, 68.91 રૂપિયા, ફરિદાબાદ 70.29 રૂપિયા અને 70.07 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ નોંધાયો છે. ત્યારે ડિઝલ આ ચાર શહેરોમાં ક્રમશ: 62.44 રૂપિયા, 62.31 રૂપિયા, 63.27 રૂપિયા અને 63.06 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય ફ્યુચર્સ બજાર ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સ્ચેન્જ (આઇસીઇ) પર બ્રેંટ ક્રૂડને માર્ચ ડિલીવરી કરાર 1.18 ટાકાની તેજી સાથે 53.84 ડોલર પ્રતિ બેરલ નોંધાયો છે. ત્યારે ન્યૂયોર્ક મર્કેટાઇલ એક્સચેન્જ (નાયમેક્સ) પર અમેરિકન લાઇટ ક્રૂડ ડબ્લ્યૂટીઆઇના ફેબ્રુઆરી સોદાના ભાવ 1.05 ટકાવારીની તેજી સાથે 45.80 ડોલર પ્રતિ બેરલ પર યથાવત છે.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news