કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવુડને વનડે શ્રેણીમાં આરામ આપી શકે છે ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાએ નવા વર્ષમાં વિશ્વ કપ સિવાય એશિઝ રમવાની છે. કોચે સંકેત આપ્યા કે કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવુડને શ્રીલંકા સામેની બે ટેસ્ટ પહેલા ભારત વિરુદ્ધ વનડેમાં આરામ આપી શકાય છે. 
 

 કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવુડને વનડે શ્રેણીમાં આરામ આપી શકે છે ઓસ્ટ્રેલિયા

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા આગળનો વ્યસ્ત કાર્યક્રમ જોતા પોતાના ત્રણ મુખ્ય ફાસ્ટ બોલર પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને ભારત વિરુદ્ધ ત્રણ એકદિવસ આંતરરાષ્ટ્રીય મેચોમાં આરામ આપી શકે છે. કમિન્સે ભારત વિરુદ્ધ મેલબોર્નમાં સમાપ્ત થયેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, 12 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થનારી એકદિવસીય શ્રેણી માટે ટીમની પસંદગી ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી ભરી છે. લેંગરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા 2019ના વ્યસ્ત કાર્યક્રમ પહેતા પોતાની ટીમને ફિટ અને તાજી રાખવા ઈચ્ચે છે. 

ઓસ્ટ્રેલિયાએ નવા વર્ષમાં વિશ્વ કપ સિવાય એશિઝ રમવાની છે. કોચે સંકેત આપ્યા કે કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવુડને શ્રીલંકા સામેની બે ટેસ્ટ પહેલા ભારત વિરુદ્ધ વનડેમાં આરામ આપી શકાય છે. લેંગરે સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું, આ વાસ્તવમાં અમારા માટે સમસ્યા બનેલી છે, કે અમે અમારા બોલરનો કાર્યભાર કઈ રીતે વ્યવસ્થિત કરીએ. ઉદાહરણ તરીકે અમે તેને આગામી ત્રણ વનડેમાં આરામ આપીએ તો તે બે ટેસ્ટ માટે ફ્રેશ રહે. તેણે કમિન્સ વિશે કહ્યું, તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે લાજવાબ હતો પરંતુ આગળ અમને પૂછવામાં આવશે કે તે દરેક મેચમાં કેમ નથી રમતો. પરંતુ તે તમામ મેચમાં રમે તો અમારે આગામી વર્ષે એશિઝ અને વિશ્વકપ પણ રમવાનો છે. અમે તેના માટે તેને ફિટ રાખવા ઈચ્છીએ છીએ. 

ભારત વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોમાં 14 વિકેટ ઝડપી ચુકેલ કમિન્સ આ પહેલા ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે અને પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈમાં બે ટેસ્ટ મેચોની શ્રેણીમાંથી બહાર હતો. આ ફાસ્ટ બોલર ઓસ્ટ્રેલિયાના તે ઘણા ક્રિકેટરોમાં સામેલ છે જે વ્યક્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે 2019ના આઈપીએલમાં રમવાના નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news