PM Kisan: ખેડૂતો માટે સારા સમાચાર, નવા વર્ષ પહેલા મળશે ભેટ! સરકારે તૈયારીઓ પૂરી કરી, જાણો વિગતો

PM Kisan Samman Yojana: વર્ષના છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે.

PM Kisan: ખેડૂતો માટે સારા સમાચાર, નવા વર્ષ પહેલા મળશે ભેટ! સરકારે તૈયારીઓ પૂરી કરી, જાણો વિગતો

નવી દિલ્હી: PM Kisan Samman Yojana: વર્ષના છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી 10માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખાતામાં ડિસેમ્બરમાં 2000 રૂપિયા આવી જશે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આ યોજના હેઠળ 9 હપ્તા આવી ચૂક્યા છે. 15 ડિસેમ્બર સુધીમાં સરકાર 10મા હપ્તાના પૈસા પણ મોકલી શકે છે. 

ડિસેમ્બરમાં ખેડૂતો માટે ભેટ
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ ઠીક કરવા માટે અને તેમને આર્થિક મદદ કરવા માટે વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન યોજનાના 9 હપ્તા આવી ચૂક્યા છે. હવે આગામી એટલે કે 10મા હપ્તાના પૈસા આવતા મહિને આવનાર છે. 

શું છે આ યોજનાનો હેતુ
આ યોજનાનો હેતુ દેશના ખેડૂતોની આવક વધારવાનો અને સીધી રીતે તેમની આર્થિક મદદ કરવાનો છે. આગામી હપ્તાની રાહ જોતા ખેડૂતોને આવતા મહિને ફરીથી ખુશખબર મળનાર છે. જો તમે પણ આ માટે અરજી કરેલી છે તો તમારું નામ આ પ્રકારે લિસ્ટમાં ચેક કરી શકો છો. 

આ રીતે હપ્તા માટેનું સ્ટેટસ ચેક કરી શકો છો
1. તમારા હપ્તાનું સ્ટેટસ જોવા માટે તમે સૌથી પહેલા વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
2. ત્યારબાદ જમણી બાજુ ફાર્મર્સ કોર્નર (Farmers Corner) પર ક્લિક કરો. 
3. હવે તમે બેનિફિશિયરી સ્ટેટસ (Beneficiary Status) ઓપ્શન પર ક્લિક કરો. 
4. હવે તમારી પાસે નવું પેજ ખુલશે.
5 અહીં તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર નાખો. 
6. ત્યારબાદ તમને તમારા સ્ટેટસની પૂરી જાણકારી મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news