Post Office: મુદ્દલ કરતા વધુ વ્યાજ આપશે આ સ્કીમ, 10 લાખના રોકાણ પર મળશે ₹30,00,000,1 ટ્રિકથી થશે આ કમાલ

પોસ્ટ ઓફિસમાં બેન્કની જેમ અલગ-અલગ ટેન્યોરની એફડીના વિકલ્પ મળે છે. 5 વર્ષની એફડી પર 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. સાથે તમને ઈનકમ ટેક્સમાં પણ બેનિફિટ્સ મળે છે. આ એફડી દ્વારા તમે તમારી રકમ ત્રણ ગણી કરી શકો છો. 
 

 Post Office: મુદ્દલ કરતા વધુ વ્યાજ આપશે આ સ્કીમ, 10 લાખના રોકાણ પર મળશે ₹30,00,000,1 ટ્રિકથી થશે આ કમાલ

Post Office FD: બેન્કની જેમ પોસ્ટ ઓફિસનું રોકાણ પણ સુરક્ષિત માનવામાં આવે છે. તેમાં તમારી રકમ પર સુરક્ષાની ગેરંટી સરકાર તરફથી મળે છે. પોસ્ટ ઓફિસમાં તમામ સ્કીમ્સ ચલાવવામાં આવે છે, પરંતુ અહીં અમે વાત કરીશું Post Office Time Deposit ની, જેને સામાન્ય ભાષામાં આપણે Post Office FD કહીએ છીએ. પોસ્ટ ઓફિસમાંબેન્કની જેમ અલગ-અલગ ટેન્યોરની એફડીના વિકલ્પ મળે છે. 5 વર્ષની એફડી પર 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. સાથે તમને આ આવક પર ઇનકમ ટેક્સ એક્ટ  80C હેઠળ ટેક્સ બેનિફિટ પણ મળે છે. તેવામાં જો તમે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમારી રકમને ત્રણ ગણી બનાવી શકો છો. તે માટે તમારે બસ એક કામ કરવું પડશે.

જાણો તમારે શું કરવું પડશે
પોસ્ટ ઓફિસમાં તમારી રકમ ત્રણ ગણી કરવા માટે તમારે 5 વર્ષની FD પસંદ કરવી પડશે. તમારે આ યોજનામાં રોકાણ કરવું પડશે અને તે પરિપક્વ થાય તે પહેલાં તેને લંબાવવું પડશે. તમારે આ એક્સટેન્શન સતત બે વાર કરવું પડશે, એટલે કે તમારે આ FD 15 વર્ષ સુધી ચલાવવી પડશે. જો તમે આ FDમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 7.5 ટકાના વ્યાજ દરે, તમને 5 વર્ષમાં આ રકમ પર 4,49,948 રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે કુલ રકમ 14,49,948 રૂપિયા થશે.

પરંતુ જો તમે આ સ્કીમને 5 વર્ષ માટે એક્સટેન્ડ કરાવી દો તો તમને 11,02,349 રૂપિયા માત્ર વ્યાજ તરીકે મળશે અને 10 વર્ષ બાદ તમારી કુલ રકમ 21,02,349 રૂપિયા થઈ જશે. તમારે તેને મેચ્યોર થતાં પહેલા એકવાર ફરી એક્સટેન્ડ કરાવવી પડશે. તેવામાં 15માં વર્ષ પર તમને 10 લાખ રૂપિયાના રોકાણ પર 20,48,297 રૂપિયા માત્ર વ્યાજથી મળશે. મેચ્યોરિટી પર તમને 30,48,297  રૂપિયા મળશે. એટલે કે જેટલું તમારૂ મૂળ હશે, તેનાથી ડબલ તમે વ્યાજથી પ્રાપ્ત કરશો અને તમારી રકમને ત્રણ ગણી બનાવી લેશો.

સમજી લો એક્સટેન્શનના રૂલ
પોસ્ટ ઓફિસની 1 વર્,ની એફડીને મેચ્યોરિટીની તારીખથી 6 મહિનાની અંદર એક્સટેન્ડ કરાવી શકાય છે. 2 વર્ષની એફડીને મેચ્યોરિટી પીરિયડના 12 મહિનાની અંદર અને 3 તથા 5 વર્ષની એફડીના એક્સટેન્શન માટે મેચ્યોરિટી પીરિયડના 18 મહિનાની અંદર પોસ્ટ ઓફિસને જાણ કરવી પડશે. આ સિવાય તમે એકાઉન્ટ ઓપન કરવા સમયે પણ મેચ્યોરિટી બાદ એકાઉન્ટ એક્સટેન્શનની રિક્વેસ્ટ કરી શકો છો. પરિપક્વતાની તારીખે સંબંધિત TD ખાતાને લાગુ પડતો વ્યાજ દર વિસ્તૃત અવધિ પર લાગુ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news