પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને મળશે 20,500 રૂપિયા, 5 વર્ષ સુધી નહીં રહે પૈસાની ચિંતા

જે લોકો રોકાણ કરવા ઈચ્છે છે તેની માટે પોસ્ટ ઓફિસ પાસે વિવિધ સ્કીમ છે. જો તમે સીનિયર સિટીઝન છો અને નિવૃત્તિ બાદ નિયમિત આવક જોઈએ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને મળશે 20,500 રૂપિયા, 5 વર્ષ સુધી નહીં રહે પૈસાની ચિંતા

Monthly Income Plan: નિવૃત્તિ બાદ નિયમિત માસિક આવક મેળવવી સરળ નથી. પરંતુ જો તમે તમારા કામકાજી વર્ષ દરમિયાન સમજદારીથી રોકાણ કરો તો આ સંભવ થઈ શકે છે. જો તમે યોગ્ય યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો તો નિવૃત્તિ બાદ પણ માસિક આવક મેળવી શકો છો. પોસ્ટ ઓફિસ હેઠળ આવનારી સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) એક સ્મોલ સેવિંગ સ્કીમ છે. તમારી નિવૃત્તિ બાદની યોજના માટે આ સારો વિકલ્પ છે.

સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમના ફાયદા
જો તમે સીનિયર સિટીઝન છો તો તેમાં એક સાથે પૈસા જમા કરી શકો છો. તમને દર મહિને 20,000 રૂપિયા સુધી મળી શકે છે. આ યોજનામાં તમે 8.2 ટકા વ્યાજ મેળવી શકો છો. SCSS યોજનાનો મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે. આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક તેમાં એક સાથે પૈસા જમા કરી શકે છે. આ યોજનામાં મહત્તમ રોકાણની મર્યાદા 30 લાખ રૂપિયા છે, જે પહેલાં 15 લાખ હતી.

આટલું કરી શકો રોકાણ
જો તમે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને દર વર્ષે લગભગ 2,46,000 રૂપિયાનું વ્યાજ મળશે. જો તમે આ રૂપિયાની મહિને ગણતરી કરો તો દર મહિને લગભગ 20,500 રૂપિયા મળશે.

કોણ કરી શકે છે રોકાણ
આ યોજના હેઠળ તે લોકો જે પોતાની ઈચ્છાથી નિવૃત્ત થાય છે, જેની ઉંમર 55થી 60 વર્ષ વચ્ચે છે, તે આ ખાતું ખોલાવી શકે છે. જે લોકો આ યોજનામાં સામેલ થવા ઈચ્છે છે, જે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકે છે. આ યોજના હેઠળ મળનાર પૈસા પર ટેક્સ પણ આપવો પડશે. સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ નિવૃત્તિ બાદ નિયમિત માસિક આવક માટે એક ફાયદાકારક અને સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. તમે આ યોજનાના બધા નિયમો અને શરતો સમજી તેમાં રોકાણ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news