Corona નું સંકટ વધતા અટકાવાયું Currency Notes નું છાપકામ, નાસિકમાં પ્રિન્ટિંગ પ્રેસ 30 એપ્રિલ સુધી બંધ
કોરોના મહામારીના (Coronavirus) વધતા ખતરાને જોઇ મહારાષ્ટ્રના નાસિકમાં (Nashik) ચલણી નોટનું છાપકામ રોકવામાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઇન (Break the chain) અભિયાન અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે
Trending Photos
નવી દિલ્હી: Printing Currency Notes: કોરોના મહામારીના (Coronavirus) વધતા ખતરાને જોઇ મહારાષ્ટ્રના નાસિકમાં (Nashik) ચલણી નોટનું છાપકામ રોકવામાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઇન (Break the chain) અભિયાન અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે. અહીં નોટોનું છાપકામ (Currency Notes Printing) 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યું છે.
નાસિક પ્રેસમાં રોકાયું નોટોનું છાપકામ
નાસિકની કરન્સી સિક્યુરિટી પ્રેસ (Nashik Currency Security Press) અને ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસમાં (India Security Press) 30 એપ્રિલ સુધી કામ અટકી ગયું છે. આ બંને પ્રેસમાં આ સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ જ કાર્ય કરશે, જેમ કે, ફાયર બ્રિગેડ, પાણી પુરવઠા અને તબીબી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ પોતપોતાની શિફ્ટમાં કામ કરશે.
40 ટકા નોટનું છાપકામ અહીં થયા છે
આ સમય દરમિયાન નોટના છાપકામ સાથે સંકળાયેલા લોકો આવશે નહીં, તેથી નોટોનું છાપકામ સંપૂર્ણપણે બંધ રહેશે. તમને જણાવી દઇએ કે ભારતમાં લગભગ 40 ટકા ફરતી નોટો નાસિકના કરન્સી નોટ પ્રેસમાં (CNP) છાપવામાં આવે છે. આ બંને કંપનીમાં લગભગ 3,000 કર્મચારી કામ કરે છે. આ કર્મચારીઓ અને તેમના પરિવારોના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- 80 રૂપિયા ઉછીના લઈને થઈ લિજ્જત પાપડની શરૂઆત, જાણો કઈ રીતે થઈ ગયું 800 કરોડ રૂપિયાનું ટર્નઓવર
ગત વર્ષે પણ રોકવામાં આવ્યું હતું છાપકામ
ગત વર્ષે પણ કોરોના મહામારીને કારણે કરન્સી પ્રેસ નોટ થોડા દિવસો માટે બંધ હતું. ગત વર્ષે પણ નાસિકનું પ્રેસ થોડા દિવસ બંધ રાખવું પડ્યું હતું. કારણ કે 40 સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. કરન્સી નોટ પ્રેસ, નાસિકમાં ઉચ્ચ ગુણવત્તાની નોટ્સ છાપવામાં આવે છે.
આ પણ વાંચો:- ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરવાની તૈયારીમાં અમેરિકાની Citibank, 4 હજાર લોકોની નોકરી પર ખતરો
કેસની જગ્યાએ ડિજિટલ પેમેન્ટ કરો
ગત વર્ષે સરકારે નોટોનું છાપવાનું બંધ કર્યું ત્યારે લોકોને રોકડને બદલે ડિજિટલ ટ્રાંઝેક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. ખરેખર, નોટોથી વાયરસ ફેલાવાનું જોખમ પણ વધારે છે, કારણ કે કેટલાક લોકો નોટ્સની ગણતરી કરતી વખતે થૂંકનો ઉપયોગ કરે છે, જે ખૂબ જોખમી છે. તેથી, સોદામાં નોટ્સની જગ્યાએ ડિજિટલ મોડનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે