Wedding: લગ્ન માટે શું છે સાચી ઉંમર? જાણો હજારો વર્ષની યાતનામાંથી કેવી રીતે બહાર નીકળી નારીશક્તિ

 

આમ તો બાળ વિવાહ એ ગુનો છે.છતા ભારતમાં દર વર્ષે હજારો બાળલગ્નની ઘટાઓ સામે આવી છે.ત્યારે આજના સમયે મહિલાઓના લગ્ન માટે ઉંમર 21 વર્ષ કરવાની માગ થઈ રહી છે.પરંતુ એક સમયે બાળ લગ્ન કાયદેસર માન્યતા હતી.

Wedding: લગ્ન માટે શું છે સાચી ઉંમર? જાણો હજારો વર્ષની યાતનામાંથી કેવી રીતે બહાર નીકળી નારીશક્તિ

નરેશ ધારાણી, અમદાવાદઃ સામાન્ય રીતે તમે યુવક-યુવતીઓને એવું કહેતા સાંભળ્યું હશે કે હવે લગ્ન કરી લો તમારી ઉંમર લગ્ન લાયક થઈ ગઈ છે.પરંતુ સવાલ એ થાય છે કે આખરે લગ્ન માટે સાચી ઉંમર કઈ.કેમ સમયંતરે ઉંમરના કાયદામાં બદલવાની ફરજ પડી.અને તેના પાછળ શું કારણ હોય છે. આમ તો ભારતમાં હાલ લગ્ન માટે યુવતીની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને યુવકની 21 વર્ષ છે.પરંતુ તેમાં પણ હવે સુધારા કરી યુવતીની ન્યુનતમ ઉંમર 21 વર્ષ કરવાની માગ ઉઠી રહી છે.પરંતુ તમને એ જાણકારી નહી હોય કે એક સમયે લગ્ન માટે યુવતીની ઉંમર માત્ર 10 વર્ષની હતી.તો આજે તમને જણાવીશું કે આખરે 10 વર્ષથી 18 વર્ષ સુધી લગ્ન માટે કેવી રીતે અને ક્યારે ઉંમર નક્કી કરવામાં આવી..

એક સમય 10 વર્ષની ઉંમરે થતા હતા  લગ્ન
આઝાદી પહેલા સ્ત્રીઓને માત્ર દાસી માનવામાં આવતી હતી.જે ઘર સંભાળે અને પતિની સેવા કરે.એટલા માટે ઈ.સ. 1860માં લગ્ન માટે સ્ત્રીઓની ઉંમર માત્ર 10 વર્ષ હતી.માત્ર 10 વર્ષની નાની ઉંમરે બાળકીઓના લગ્ન કરાવી સાસરે મોકલી દેવામાં આવી હતી.

વિરોધ બાદ પણ અંગ્રેજોએ કર્યો સુધારો
ઈ.સ. 1891ના સમયમાં અંગ્રેજોએ મહિલાઓની લગ્નની ઉંમરમાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરી હતી.પરંતુ કેટલાક કહેવાતા ધર્મગુરૂએ તેનો ભયંકર વિરોધ કર્યો હતો.અંગ્રેજો બાળકીઓના લગ્નની ઉંમર 10 વર્ષથી વધારીની 12 વર્ષની કરવા માગતા હતા.જો કે ભયંકર વિરોધ બાદ પણ વર્ષ 1891માં લગ્ન માટે મહિલાઓની વય મર્યાદા અંગ્રેજોએ 12 વર્ષ કરી હતી.

34  વર્ષ સુધી કોઈ જ સુધારો ન થવા દિધો
અંગ્રેજોએ વિરોધ વચ્ચે પણ મહિલાઓના લગ્નની ઉંમર 12 વર્ષ તો કરી નાખી હતી.પરંતુ તેના પછી 34 વર્ષ સુધી કહેવાતા ધર્મગુરૂઓએ કોઈ જ સુધારો ન થવા દિધો.અને 34 વર્ષ સુધી માત્ર 12 વર્ષની ઉંમર જ બાળકીઓના લગ્ન થતા રહ્યા હતા.

મહારાજા હરિસિંહ પણ લાવ્યા હતા બિલ
12 વર્ષ ઉંમર નક્કી કર્યાના 34 વર્ષ બાદ મહારાજા  હરિસિંહ ફરિ બિલ લાવીને સુધારાની માગ કરી હતી.પરંતુ વિરોધના લીધે બિલ પાસ ન થઈ શક્યું.મહારાજા હરિસિંહે લગ્ન માટે મહિલાઓની ઉંમર 14 વર્ષ કરવાનું બિલ રજૂ કર્યું હતું.પરંતુ વિરોધ બાદ આખરે 1925માં  લગ્ન માટે મહિલાઓની ઉંમર 13 વર્ષ નક્કી કરવામાં આવી હતી.

બંધારણની સાથે મહિલાઓને પણ આઝાદી મળી
સામાજિક ઢાંચામાં કેદ થઈ હજારો વર્ષો સુધી મહિલાઓએ યાતના ભોગવી હતી.પરંતુ આઝાદી બાદ ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું તેમાં મહિલાઓને તેમનો અધિકારી મળ્યો.બંધારમાં મહિલાઓની લગ્નની ઉંમર 18 વર્ષ કરવામાં આવી.સાથે મહિલાઓને બરાબરનો હક્ક આપી તેમના વિકાસની દિશા ખોલી હતી.જેના કારણે આજે મહિલાઓ ડોક્ટર એન્જિનિયર જેવા અનેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.

હાલ કેટલી ઉંમર કરવાની થાય છે માગ
ભારતમાં હાલ મહિલાના લગ્ન માટે 21 વર્ષ કરવાની માગ ઉઠી રહી છે.વધી રહેલી દુષ્કર્મની ઘટાઓને ધ્યાનમાં રાખી અનેક વખત લગ્નની ઉંમર વધારવા માગ કરવામાં આવી છે.જો કે સુપ્રીમ કોર્ટે લગ્ન માટે ન્યૂનતમ ઉંમર વિશેનો નિર્ણય લેવાનું કામ સરકાર પર છોડી દીધું છે..

દર વર્ષે ભારતમાં કેટલા થાય બાળલગ્ન
યૂનિસેફના આંકડા પ્રમાણે ભારતમાં 27 ટકા યુવતીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા અને 7 ટકા યુવતીઓના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. ભારતના કેટલાક રાજ્યો અને સમુદાયોમાં બાળ વિવાહ થવા સામાન્ય વાત છે. બાળ વિવાહને રોકવા માટે ભારતમાં સખત કાનૂન છે.તેમ છતા તેનો કડક અમલ થતો નથી.ગામડાઓમાં આજે પણ બાળવિવાહનું પ્રમાણ વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news