RBI MPC Meet August 2022: પડતા પર પાટું!, RBI એ રેપોરેટમાં કર્યો વધારો, તમારા EMI માં થશે વધારો 

RBI MPC Meet August 2022: પડતા પર પાટું!, RBI એ રેપોરેટમાં કર્યો વધારો, તમારા EMI માં થશે વધારો 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની RBI MPC Meeting ની ઓગસ્ટ 2022ની બેઠક આજે પૂરી થઈ. બુધવારથી ચાલી રહેલી ત્રણ દિવસની બેઠક બાદ આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે ગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય છે. આ કારણે MPC ને તમામ સભ્યોએ સર્વસંમતિથી રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટ વધારવાનો નિર્ણય લીધો છે. RBI ના રેટ વધવાથી બેંકોના તમામ લોન મોંઘા થઈ જશે. જેની અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ ઉપર પડશે. એનો અર્થ એ કે તમારે લોન રિપેમેન્ટ માટે વધુ માસિક વધુ હપ્તો ચૂકવવો પડી શકે છે. 

— ANI (@ANI) August 5, 2022

આટલો થયો રેપોરેટ
આરબીઆઈએ રેપોરેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ હવે રેપોરેટ વધીને 5.40 ટકા થયો છે. આઠ જૂને થયેલી ગત નીતિગત જાહેરાતમાં પણ રેપોરેટમાં અડધા ટકાનો વધારો કરાયો હતો. જેનાથી રેપોરેટ વધીને 4.90 ટકા થયો હતો. હાલમાં જ અમેરિકી ફેડરલ રિઝર્વ (US Fed) એ પણ વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. જેને પગલે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી કે આરબીઆઈ પણ વ્યાજ દરમાં વધારાનો નિર્ણય લેશે. ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારીમાં ઘટાડો કરવા માટે રેપો રેટમાં આ વધારો કર્યો છે. 

શું હોય છે રેપોરેટ
રેપો રેટને પ્રમુખ વ્યાજ દરના નામથી પણ ઓળખીએ છીએ. રેપો રેટ એ દર છે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે છે. જ્યારે બેંકો માટે ઉધારી મોંઘી થાય છે ત્યારે તેઓ ગ્રાહકોને પણ વધુ દર પર લોન આપે છે. જેનો સીધો અર્થ એ છે કે રેપો રેટ વધવાથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન જેવા કરજ મોંઘા થશે. આ ઉપરાંત ગ્રાહકોને તેમની ડિપોઝિટ પર અપાતા વ્યાજનું નિર્ધારણ પણ મોટાભાગે રેપો રેટથી જ થાય છે. એટલે કે રેપોરેટમાં વધારો થતા બેંક એફડી ઉપર પણ વ્યાજ દરોમાં વધારો કરે છે. 

— ANI (@ANI) August 5, 2022

કેમ વધારે છે આરબીઆઈ રેપોરેટ
ભારતીય રિઝર્વ બેંક મોંઘવારીને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં વધારો કરે છે. એ જ રીતે આરબીઆઈ મૌદ્રિક નીતિને ટાઈટ કરીને માંગને નિયંત્રણમાં લાવવાનું કામ કરે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ ગ્રાહક મૂલ્ય સૂચકઆંક પર આધારિત મોંઘવારીમાં મામૂલી ઘટાડો આવ્યો છે. અમેરિકામાં મોંઘવારી હાલના સમયમાં 40 વર્ષના સૌથી ઉચ્ચસ્તરે છે. આ મોંઘવારીને ઓછી કરવા માટે ફેડરલ રિઝર્વ સતત વ્યાજદરમાં વધારો કરે છે. કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ મૌદ્રિક નીતિને સરળ બનાવી અને દરોને ખુબ ઓછા કર્યા હતા. આરબીઆઈ પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે હવે તે ધીરે ધીરે પોતાનું ઉદાર વલણ પાછું લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news