અમદાવાદની આ બેંકમાં છે તમારું ખાતું? RBI એ આપ્યો ઝટકો, 50000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એસબીઆઈ, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક પર દંડ ફટકારવાની સાથે સાથે જ વધુ એક બેંક પર કાર્યવાહી કરી છે. આરબીઆઈએ અમદાવાદ સ્થિત આ બેંકની બગડેલી નાણાકીય સ્થિતિ જોતા અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.

અમદાવાદની આ બેંકમાં છે તમારું ખાતું? RBI એ આપ્યો ઝટકો, 50000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકો

Colour Merchant Co-Operative Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એસબીઆઈ, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક પર દંડ ફટકારવાની સાથે સાથે જ વધુ એક બેંક પર કાર્યવાહી કરી છે. આરબીઆઈએ અમદાવાદ સ્થિત આ બેંકની બગડેલી નાણાકીય સ્થિતિ જોતા અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. સૌથી પહેલા પ્રતિબંધ હેઠળ બેંકના ગ્રાહક વધુમાં વધુ  50,000 રૂપિયા સુધી પૈસા ઉપાડી શકશે. 

26 સપ્ટેમ્બરથી પ્રતિબંધ અમલી
આરબીઆઈ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે તેમના દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો 26 સપ્ટેમ્બરથી પ્રભાવી થશે એટલે કે આજથી પ્રભાવી થઈ ગયા છે. આ પ્રતિબંધ આગામી 6 મહિના સુધી લાગૂ રહેશે. આરબીઆઈએ કહ્યું કે કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંક તેમની પૂર્વમંજૂરી વગર ન તો કરજ આપી શકશે કે ન તો જૂની લોનને રિન્યૂઅલ કરી શકશે. આ ઉપરાંત કોઈ રોકાણ કરવા અને નવી જમા રકમ સ્વીકારવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે. આરબીઆઈએ કહ્યું કે એક ડિપોઝિટરને બેંકમાં જમા કુલ રકમમાંથી 50,000 રૂપિયાથી વધુ  રકમ ઉપાડવાની મંજૂરી નહીં મળે. 

કાર્યવાહીને લાયસન્સ રદ કરવા તરીકે ન જોવી
આ ઉપરાંત કેન્દ્રીય બેંકે કહ્યું કે બેંકના ખાતાધારકોને 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ માટે Deposit Insurance and Credit Guarantee Corporation અંતર્ગત વીમાનો લાભ મળશે. આ અંગે ગ્રાહકો વધુ જાણકારી માટે બેંક અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. કેન્દ્રીય બેંકએ એ પણ કહ્યું કે કલર મર્ચન્ટ વિરુદ્ધ તેના આદેશોને બેંકિંગ લાઈસન્સ કેન્સલેશન તરીકે જોવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે બેંક પોતાની નાણાકીય સ્થિતિ સુધરવા સુધી આ પ્રતિબંધો સાથે કામકાજ કરવાનું ચાલુ રાખશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news