સસ્તી લોન માટે હજુ વધુ રાહ જોવી પડશે, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોનેટરી પોલીસી કમિટી (MPC)ની બેઠક બાદ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવા નાણાકીય વર્ષની પહેલી સમીક્ષા બેઠકના પરિણામ આવ્યાં સામે
મોનેટરી પોલીસી કમિટીની બેઠક બુધવારે શરૂ થઈ હતી
સસ્તી લોન માટે હજુ વધુ રાહ જોવી પડશે, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોનેટરી પોલીસી કમિટી (MPC)ની બેઠક બાદ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેન્ટ્રલ બેંકે રેપો રેટને 6.0 ટકા અને રિવર્સ રેપો રેટને 5.75 ટકા યથાવત રાખ્યો છે. આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં થનારી સમીક્ષા બેઠક પર સમગ્ર દેશની નજર ટકેલી હતી. છ સભ્યોની મોનેટરી પોલીસી સમિતિ મુજબ વૃદ્ધિ દર સુધરી રહ્યો છે અને ઉત્પાદનનું અંતર ઘટી રહ્યું છે. નવા નાણાકીય વર્ષની આ પહેલી સમીક્ષા બેઠક છે.
ગઈ કાલે શરૂ થઈ હતી બેઠક
આરબીઆઈ તરફથી મોનેટરી પોલીસી સમિતિની બેઠક બાદ રેપો રેટ યથાવત રાખવામાં આવતા દેશની જનતાએ હવે સસ્તી લોન માટે હજુ વધુ રાહ જોવી પડશે. મોનેટરી પોલીસી સમિતિ (MPC)ની બે દિવસની બેઠક બુધવારે શરૂ થઈ હતી. બેઠકના પરિણામો સામે આવતા પહેલા જાણકારોએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
વિકાસની વૃદ્ધિની જરૂરિયાત
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે 2017-18 માટે રાજકોષીય ખાદ્ય અને મહેસૂલ ખાદ્ય સામાન્ય બજેટમાં રિવાઈઝ્ડ એસ્ટિમેટથી ઓછો રહેશે. આ અગાઉ ઉદ્યોગ સંગઠન ફિક્કીએ અર્થવ્યવસ્થામાં સુધારના સંકેતોને ધ્યાનમાં રાખીને મોનેટરી પોલીસી સમિતિની બેઠકમાં આરબીઆઈ તરફથી પોતાના તટસ્થ વલણને જાળવી રાખવાની વાત કરીa હતી. ફિક્કીનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક સુધારના સંકેત જોવા મળી રહ્યાં છે પરંતુ વિકાસની ગતિ હજુ વધારવાની જરૂર છે.
વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઈલના ભાવોમાં તેજીને ધ્યાનમાં રાખીને પણ એમપીસી તરફથી વ્યાજ દરોમાં ઘટાડાની આશા ઓછી હતી. અત્રે જણાવવાનું કે ગત ચાર નીતિગત બેઠકોમાં રિઝર્વ બેંકે વ્યાજ દરો પર યથાસ્થિતિ જાળવી રાખી છે. ગત વર્ષ ઓગસ્ટમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 6 ટકા કરવામાં આવ્યો હતો. જે છ વર્ષના નિમ્નસ્તર પર છે. સ્કોઈમેટે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. જેનાથી કૃષિ ઉત્પાદન સારૂ રહેવાની આશા છે, અને ભાવો પર દબાણ ઓછું રહેશે.
એમપીસીમાં હતાં આ છ સભ્યો
એમપીસીમાં સરકાર તરફથી નિમાયેલા સભ્યોમાં ચેતન ઘાટે, પામી દુઆ અને રવિન્દ્ર એચ ઢોલકિયા છે. જ્યારે આરબીઆઈ તરફથી ગવર્નર ઉર્જિત પટેલ, મોનેટરી પોલીસી પ્રભારી ડેપ્યુટી ગવર્નર વિરલ એ આચાર્ય અને બેંકના એક્ઝિક્યુટીવ ડાઈરેક્ટર મિશેલ ડી પાત્રા સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે