સલમાને આજની રાત જેલમાં જ ગુજારવી પડશે, સેશન કોર્ટમાં જામીન મુદ્દે આવતીકાલે સુનાવણી
કાળિયાર કેસમાં સલમાન ખાનએ સ્થાનિક કોર્ટે પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે. સલમાનને 10 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. જોકે સજા ત્રણ વર્ષથી વધુ છે એટલા માટે તેમને જામીન માટે ઉપલી કોર્ટ જવું પડશે. એટલે કે આજની રાત સલમાન ખાને જોધપુર જેલમાં જ પસાર કરવી પડશે કારણ કે સેશન કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનવણી આવતીકાલે થશે.
Trending Photos
નવી દિલ્હી: કાળિયાર કેસમાં સલમાન ખાનએ સ્થાનિક કોર્ટે પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે. સલમાનને 10 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. જોકે સજા ત્રણ વર્ષથી વધુ છે એટલા માટે તેમને જામીન માટે ઉપલી કોર્ટ જવું પડશે. એટલે કે આજની રાત સલમાન ખાને જોધપુર જેલમાં જ પસાર કરવી પડશે કારણ કે સેશન કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનવણી આવતીકાલે થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને ત્રણ વર્ષથી ઓછી સજા થઇ હોત તો તેમને મુખ્ય ન્યાયિક દંડાધિકારીની કોર્ટમાંથી જ જામીન મળી શકતા હતા અને તે દોષી સાબિત થતાં અને સજા સંભળ્યા છતાં ઘરે પરત જઇ જકતા હતા. પરંતુ સીજીમ દેવ કુમાર ખત્રીએ સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી છે. તેનો અર્થ એ છે કે તેમને સીજેએમ કોર્ટમાંથી જામીન નહી મળી શકે કારણ કે તેમની સજાનો સમયગાળો વધુ છે. સલમાનના વકીલોએ ત્યારે જામીન માટે સેશન કોર્ટમાં અરજી દાખલ કરી.
સલમાન ખાનને સજા બે વાગે સંભળાવવામાં આવી હતી. તેમના વકીલોને સીજીમ કોર્ટમાં જામીનની તૈયારી કરી રાખી હતી પરંતુ પાંચ વર્ષની સજા થતાં સલમાનના વકીલોને સેશન કોર્ટ સમક્ષ અરજી દાખલ કરવી પડશે. પરંતુ સેશન કોર્ટે તેમની અરજી પર આજે સુનાવણી કરવાની મનાઇ કરી દીધી. કોર્ટ તેના પર આવતીકાલે સુનાવણી કરશે. એટલે કે શુક્રવાર અથવા સોમવારે જ સલમાન ખાનને જામીન મળી શકશે. જ્યાં સુધી જામીન નહી મળે ત્યાં સુધી સલમાન જેલમાં જ રહેશે.
જો સેશન કોર્ટે સલમાનને જામીન આપવાની મનાઇ કરી દીધી તો તેમની મુશ્કેલીઓ વધી જશે ત્યારે સલમાન હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવી પડશે. આ પુરી પ્રક્રિયામાં થોડા દિવસો લાગી જશે ત્યારે સલમાન ખાનને જેલમાં જ રહેવું પડશે. સલમાન અત્યાર સુધી 18 દિવસ સુધી જોધપુર જેલમાં ગુજારી ચૂક્યા છે. પહેલીવાર છ દિવસ જેલમાં રહી ચૂક્યા હતા. ત્યારબાદ 2007માં પણ તેમને જેલ જવું પડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે