આરબીઆઈ માર્ચ સુધી રેપો રેટમાં 0.40 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે
રેપો રેટ તે દર છે, જેના પર આરબીઆઈ પાસેથી બેન્કોને કર્જ મળે છે. તેમાં ઘટાડાથી બેન્કો પર પણ લોન સસ્તી કરવાનો દબાવ વધે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી આરબીઆઈ વ્યાજદરોમાં 0.40 ટકાનો ઘટાડી કરી શકે છે. રેટિંગ એજન્સી ફિચે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આર્થિક ગતિવિધિઓને વધારવા માટે નાણાકીય નીતિઓ સફળ ન થવાને કારણે આરબીઆઈ દરોમાં વધુ ઘટાડો કરી શકે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 7 ઓગસ્ટે રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો. દેશમાં વ્યાજ દરોને લઈને ફિચે રિપોર્ટમાં કહ્યું કે, વ્યાજ દરોમાં કરવામાં આવેલો ઘટાડો અત્યાર સુધી વિકાસ દરને સહારો આપવામાં સફળ થયો નથી. આ કારણે આરબીઆઈ વધુ ઘટાડો કરી શકે છે.
રેપો રેટ તે દર છે, જેના પર આરબીઆઈ પાસેથી બેન્કોને કર્જ મળે છે. તેમાં ઘટાડાથી બેન્કો પર પણ લોન સસ્તી કરવાનો દબાવ વધે છે. પરંતુ આરબીઆઈ આ વર્ષે રેપો રેટમાં 1.10 ટકાનો ઘટાડી કરી ચુકી છે. પરંતુ બેન્કોએ ગ્રાહકોને પૂરો ફાયદો આપ્યો નથી. નાણા પ્રધાન નિર્મલા સીતારમન અને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ આ વિશે બેન્કોને કહી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે