રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મેનેજમેન્ટમાં કર્યા ફેરફાર, શેરમાં રેકોર્ડબ્રેક ઘટાડા વચ્ચે કંપનીનો મોટો નિર્ણય
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ આલોક અગ્રવાલની જગ્યાએ વેંકટચારી શ્રીકાંતની ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર તરીકે નિમણૂંક કરી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 18 વર્ષ બાદ ચીફ ફાઈનાન્શિયલ ઓફિસરને બદલ્યા છે. આ જ સપ્તાહે રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝનો શેર 52 સપ્તાહની નીચલી સપાટીને સ્પર્શ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ આલોક અગ્રવાલની જગ્યાએ વેંકટચારી શ્રીકાંતની ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર તરીકે નિમણૂંક કરી છે. તેઓ પહેલી જૂનથી પોતાનો ચાર્જ સંભાળશે. આલોક અગ્રવાલ પહેલી જૂનથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકારની જવાબદારી સંભાળશે.
આલોક અગ્રવાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 30 વર્ષ પૂરા કર્યા છે. 2005માં RILના સીએફઓ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. વેંકટચારી શ્રીકાંત છેલ્લા 14 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે.
શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 2203.50 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. એક દિવસ પહેલાની સરખામણીમાં શેરની કિંમતમાં 1.96 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગત 20 માર્ચે શેરની કિંમત 2180 રૂપિયા સુધી સ્પર્શી ગઈ હતી, જે શેરની 52 સપ્તાહની નીચલી સપાટી હતી.
ડિસેમ્બર 2022માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 15,792 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. જે 2021ના આ જ સમયગાળાનાં 18,549 કરોડ રૂપિયાની સરખામણીમાં 14.8 ટકા ઓછો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 15 ટકા વધીને 2.20 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે અગાઉના વર્ષે 1.91 લાખ કરોડ રૂપિયા હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે