વલસાડના ગુંદલાવ નજીક પિકઅપ ડિવાડર કૂદી સ્કોર્પિયો સાથે અથડાઇ, બંન્ને ડ્રાઇવરોનો મોત

ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. સ્કોર્પિયોમાંથી ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફીક જામ થયો હતો. 
વલસાડના ગુંદલાવ નજીક પિકઅપ ડિવાડર કૂદી સ્કોર્પિયો સાથે અથડાઇ, બંન્ને ડ્રાઇવરોનો મોત

વલસાડ :ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. સ્કોર્પિયોમાંથી ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફીક જામ થયો હતો. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર સુરત તરફથી પુરઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર કુદીને સામેની તરફ આવી ગયો હતો. તે વખતે મુંબઇથી સુરત તરફ આવી રહેલી એક સ્કોર્પિયો ગાડી સાથે આ ટેમ્પોની ટક્કર થઇ ગઇ હતી. આ ઘટનામાં ટેમ્પો અને સ્કોર્પિયો ચાલક બંન્નેના મોત નિપજ્યાં હતા. 

ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકો એકત્ર થયા હતા. ઘટનાની પોલીસને જાણ કરાઇ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ટેમ્પોમાંથી વીરજી ઠુમરનું આધારકાર્ડ મળી ગયું હતું. સ્કોર્પિયોમાંથી રામકુમાર ચૌહાણ નામના વ્યક્તિનો પાસપોર્ટ મળી આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news