RBI એ બેંકના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હવે ખાતામાંથી નિકાળી શકશે ફક્ત આટલા રૂપિયા...

RBI News Update: રિઝર્વ બેંક (Reserve Bank) દ્વારા સમયાંતરે બેંકોને લઈને નવા નિયમો બનાવવામાં આવે છે અને તેની સાથે તેમને અનેક પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવે છે. હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બીજી બેંકને લઈને મોટો નિર્ણય લીધો છે.

RBI એ બેંકના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હવે ખાતામાંથી નિકાળી શકશે ફક્ત આટલા રૂપિયા...

Reserve Bank of India: રિઝર્વ બેંક (Reserve Bank) દ્વારા સમયાંતરે બેંકોને લઈને નવા નિયમો બનાવવામાં આવે છે અને તેની સાથે તેમને અનેક પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવે છે. હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વધુ એક બેંકને લઈને મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ સહકારી બેંકમાંથી (Co-operative Bank) પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે એટલે કે જો તમારું આ બેંકમાં ખાતું છે તો તમે માત્ર રૂ. 50,000 રૂપિયા શકશો એટલે કે આ બેંકમાં ખાતું ધરાવનાર ગ્રાહકો પાસે પચાસ હજારથી વધુની અકમ એકાઉન્ટમાંથી ઉપાડી શકશે નહી. 

નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય 
તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે આ નિર્ણય બેંગલુરુ સ્થિત નેશનલ કો-ઓપરેટિવ બેંકને લઈને લીધો છે. આરબીઆઈએ બેંકની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. નેશનલ કો-ઓપરેટિવ બેંકની કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 13 શાખાઓ છે.

ઇશ્યૂ કરી શકતા નથી નવી લોન
આ સાથે જ બેંક કોઇપણ નવી લોન ઇશ્યૂ કરી શકશે નહી અને ના તો કેન્દ્રીય બેંકની પરવાનગી વિના નવી થાપણો સ્વીકારશે. આરબીઆઈએ નેશનલ કો-ઓપરેટિવ બેંક પર 24 જુલાઈ 2023 ના રોજ બિઝનેસ બંધ થયાના 6 મહિનાના સમયગાળા માટે વ્યાપાર નિયંત્રણો લાદ્યા છે.

5 લાખનો કરી શકો છો દાવો
રિઝર્વ બેંક પાસેથી મળેલી માહિતી અનુસાર, બેંકના થાપણદારો ડિપોઝીટ ઈન્સ્યોરન્સ અંતગર્ત 'ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (Deposit Insurance and Credit Guarantee Corporation)માં 5 લાખ રૂપિયાનો દાવો કરી શકે છે.

નિર્ણયમાં થઈ શકે છે ફેરફાર 
આ ઉપરાંત સંજોગો અનુસાર રિઝર્વ બેંક પોતાનો નિર્ણય બદલી શકે છે. તેની સાથે આ નિર્ણય પર વિચાર કરી શકે છે. મે મહિનામાં આ બેંકને કેટલાક નિયમોના ઉલ્લંઘનને કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકે કહ્યું છે કે ધિરાણકર્તા મર્યાદાના પ્રમાણને બદલે બચત બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સમાં ખામી માટે નિશ્ચિત દંડ વસૂલ કરી રહ્યો હતો. જેના કારણે RBIએ દંડની કાર્યવાહી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news