SBI એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, આ સર્વિસના ચાર્જમાં કર્યો વધારો, 1 એપ્રિલથી થશે લાગૂ

SBI Debit Card: એસબીઆઈ તરફથી ડેબિટ કાર્ડની વાર્ષિક ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તેમાં ક્લાસિક, યુવા, પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડની સાથે ઘણા અન્ય ડેબિટ કાર્ડની ફી પણ વધારવામાં આવી છે.

SBI એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, આ સર્વિસના ચાર્જમાં કર્યો વધારો, 1 એપ્રિલથી થશે લાગૂ

નવી દિલ્હીઃ SBI Debit Card Charges Hike: દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)તરફથી ડેબિટ કાર્ડ પર લાગતા વાર્ષિક ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. તેવામાં તમારે એસબીઆઈ ડેવિટ કાર્ડ માટે પહેલાની મુકાબલે વધુ ફી ચુકવવી પડશે. એસબીઆઈની વેબસાઇટ પ્રમાણે નવા ચાર્જ 1 એપ્રિલથી લાગૂ થઈ જશે.

SBI એ આ ડેબિટ કાર્ડના ચાર્જમાં કર્યો વધારો
ક્લાસિક ડેબિટ કાર્ડઃ
એસબીઆઈ ક્લાસિક/સિલ્વર/ગ્લોબલ/કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ પર 200 રૂપિયા + જીએસટી, વાર્ષિક ફી ચુકવવી પડશે. પહેલા આ ફી 125+ જીએસટી હતી.

યુવા ડેબિટ કાર્ડઃ એસબીઆઈ તરફથી યુવા/ગોલ્ડ/કોમ્બો ડેબિટ કાર્ડ/માઈ કાર્ડ (ઇમેજ કાર્ડ) પર 250 રૂપિયા + જીએસટીની વાર્ષિક ફી ચુકવવી પડશે. પહેલા તે 175+ જીએસટી હતી.

પ્લેટિનમ ડેબિટ કાર્ડઃ એસબીઆઈ પ્લેટિનમ ડેબિટ કાર્ડ પર હવે 325 રૂપિયા + જીએસટીની વાર્ષિક ફી ચુકવવી પડશે. પહેલા તે 250+ જીએસટી હતી.

પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડઃ એસબીઆઈ પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ પર હવે 425 રૂપિયા + જીએસટીની વાર્ષિક ફી ચુકવવી પડશે. પહેલા આ ફી 350+ જીએસટી હતી.

ડેબિટ કાર્ડ ફી પર લાગે છે 18 ટકા જીએસટી
નોંધનીય છે કે ડેબિટ કાર્ડ પર બેન્ક દ્વારા લેવામાં આવતી ફી પર 18 ટકા જીએસટી લાગે છે. ઉદાહરણ માટે તમારી પાસે પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ છે તો તમારે હવે 425+ 76.5 (18% જીએસટી) = 501.5 રૂપિયા ચુકવવા પડશે.

ક્રેડિટ કાર્ડના નિયમોમાં થયો ફેરફાર
એસબીઆઈએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલી ચુકવણી પર રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં. પરંતુ ભાડાની ચુકવણી તમારા ખર્ચના માઇલસ્ટોનમાં ગણવામાં આવશે. કેટલાક કાર્ડ માટે આ નિયમ એક એપ્રિલથી લાગૂ થઈ રહ્યો છે. તો કેટલાક કાર્ડ્સ પર આ નિયમ 15 એપ્રિલથી લાગૂ થઈ રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news