એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

એસબીઆઈએ કહ્યું, સિસ્ટમમમાં પૂરતા પ્રમાણમાં રોકડ હોય, તેને ધ્યાનમાં રાખતા એસબીઆઈ 15 એપ્રિલ, 2020થી બચત ખાતા પર વ્યાજ દર ઘટાડી રહ્યું છે. 

 એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પોતાના તમામ બચત ખાતા પર વ્યાજદર 0.25% ઘટાડીને 2.75%  કરી દીધો છે, જેની અસર બેન્કના 44.51 કરોડ ખાતાધારકો પર પડવા જઈ રહી છે. આ પહેલા એક લાખ રૂપિયા અને તેનાથી વધુ જમા ખાતા પર બેન્ક 3% વ્યાજ આપતી હતી. બેન્કના નવા દર 15 એપ્રિલ, 2020થી લાગૂ થશે.

એસબીઆઈએ કહ્યું, સિસ્ટમમમાં પૂરતા પ્રમાણમાં રોકડ હોય, તેને ધ્યાનમાં રાખતા એસબીઆઈ 15 એપ્રિલ, 2020થી બચત ખાતા પર વ્યાજ દર ઘટાડી રહ્યું છે. તો 1 લાખ રૂપિયાથી વધુ જમા વાળા ખાતા પર પણ વ્યાજ દર 3 ટકાથી ઘટાડીને 2.75 ટકા કરી દેવામાં આવ્યો છે. 

પાછલા મહિને એસબીઆઈએ કમામ બચત ખાતા પર વ્યાજ દર ઘટાડીને 3% કરી દીધો હતો. બેન્કે તમામ પાકતી મુદ્દત માટે એમસીએલઆરમાં  0.35% નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક વર્ષનો એમસીએલઆર 7.75% થી ઘટીને 7.40% થઈ ગયો છે, જે 10 એપ્રિલ 2020થી લાગૂ થઈ જશે. એસબીઆઈએ કહ્યું, તેનાથી 30 વર્ષના સમયગાળા વાળા હોમ લોનના મહિનાના હપ્તામાં પ્રતિ એક લાખ રૂપિયા પર 24 રૂપિયા ઓછા થઈ જશે. 

આ છે નવા દર
રેટમાં નવા ઘટાડા બાદ સાતથી 45 દિવસ સુધીની એફડી પર 3.5% વ્યાજ દર મળશે. 46 દિવસથી લઈને 179 દિવસની એફડી પર 4.5 ટકા વ્યાજદર મળશે. 180 દિવસથી લઈને એક વર્ષની એફડી પર 5 ટકા વ્યાજ મળશે. 1 વર્ષથી લઈને 10 વર્ષની એફડી પર 5.7 ટકા વ્યાજ મળશે. એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને તમામ પાકતી મુદ્દત પર 0.50 ટકા વધુ વ્યાજ આપે છે. નવા વ્યાજદરમાં ફેરફાર પ્રમાણે વરિષ્ઠ નાગરિકોને સાત દિવસથી લઈને 10 વર્ષની એફડી પર 4%-6%ની વચ્ચે વ્યાજદર મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news