સોમવારે રહ્યો શેર બજાર માટે કાળો દિવસ, 15 મહિનાનું રહ્યું સૌથી નીચું સ્તર

યસ બેંક પર સરકારની પકડ અને અખાતી દેશોમાં ક્રૂડ ઓઈલના ભાવ પર ઊતાર ચઢાવની વચ્ચે ભારતીય બજાર કાડકા સાથે ગગડ્યું છે. સોમવાર સાંજ આવતા આવતા શરે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું.

સોમવારે રહ્યો શેર બજાર માટે કાળો દિવસ, 15 મહિનાનું રહ્યું સૌથી નીચું સ્તર

નવી દિલ્હી: યસ બેંક પર સરકારની પકડ અને અખાતી દેશોમાં ક્રૂડ ઓઈલના ભાવ પર ઊતાર ચઢાવની વચ્ચે ભારતીય બજાર કાડકા સાથે ગગડ્યું છે. સોમવાર સાંજ આવતા આવતા શરે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસના 30 શેર પર આધારીત સંવેદનાત્મક ઈન્ડેક્સમાં 1941 પોઈન્ટના ઘટાડા સાથે 35634 પર બંધ થયું હતું. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારીત સંવેદનાત્મક ઇન્ડેક્સ નિફ્ટી 538 પોઈન્ટની ઘટાડા સાથે 10451 પર બંધ થયો હતો.

આ છે ખાસ વાતો...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં લગભગ 13 ટકાથી વધારે ઘટાડો આવ્યો છે.
ઓક્ટોબર, 2018 બાદ રિલાયન્સ માટે આ સૌથી મોટો ઘટાડો છે.
અત્યાર સુધીમાં એક દિવસમાં થયેલા ઘટાડામાં સૌથી મોટો ઘટાડો છે.
ડિસેમ્બર 2018 બાદ નિફ્ટી પ્રથમ વખત 10500થી નીચે ગયું છે.

દિવસભર ચાલી CBIની રેડ
બીજી તરફ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે સીબીઆઇએ યસ બેંક જોડાયેલા કેસમાં દેશભરમાં ઘણી જગ્યાએ રેડ પાડી છે. દિલ્હી અને મુંબઇમાં CBI એ આજે સવારે રેડ પાડી હતી. આ દરમિયાન DHFL સાથે જોડાયેલા ઠેકાણા પર પન સર્ચિંગ કરવામાં આવી છે. CBI જે સ્થાનો પર રેડ પાડી રહી છે, તેમનો સંબંધ રાણા કપૂર DHFL, RKW DEVELOPERS અને DUVP સાથે છે. આ ઉપરાંત મુંબઇના બાંદ્વામાં હાજર HDILના ટાવરમાં પણ CBI તરફથી રેડ પાડવામાં આવી છે. 

ક્રૂડ ઓઇલ પર પ્રાઇઝ વોર પણ એક કારણ
જાણકારોનું કહેવું છે કે દેશમાં યસ બેંકનો કારોબાર બંધ થતાં અને અખાતી દેશોમાં આવેલો ઘટાડાની અસર ભારતીય બજારમાં જોવા મળી રહી છે. ઓઇલ નિર્યાત દેશોના સંગઠન ઓપેકમાં કોરોના વાયરસથી ઉપજી પરિસ્થિતિને નિવારવાને લઇને સહમતિ ન બની શકતાં આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાં પ્રાઇસ વોર શરૂ થવાનો ડર પેદા થયો છે અને તેના લીધે રવિવારે ખાડી દેશોના શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઇએ કે ક્રૂડ ઓઇલ પ્રાઇસમાં ઘટાડો ભારતીય ઇકોનોમી માટે સારો છે કારણ કે દેશ પોતાની જરૂરિયાતઆ 80થી વધુ ઓઇલ ઇંપોર્ટ કરે છે. પરંતુ બજાર માટે આ સારા સમાચાર નથી. 

આ કંપની પર ઘટાડાની ખરાબ અસર
મુંબઇ સ્ટોક એક્સચેંજ એટલે કે બીએસઇના 30 શેર પર આધારિત સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સમાં મોટાથી લઇને કંપનીઓ સુધી સીધી અસર જોવા મળી. મારૂતિ સુઝુકી, હિંદુસ્તાન યૂનિલીવર નેસ્લે, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ અને ટાઇટનના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેર પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી આઇશર મોટર્સ, ડો. રેડ્ડી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બ્રિટાનિયા અને કોટક બેંકના શેરમાં જોરદાર કડાકો થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news