શેર બજારમાં હાહાકાર, માત્ર 5 મિનિટમાં રોકાણકારોના 6.65 લાખ કરોડ સ્વાહા, જાણો કેમ આવું થયું?
સ્થિતિ એવી થઈ છે કે આજે બજાર ખુલતા જ સેન્સેક્સ 1500 અંક સુધી ગગડી ગયો અને રોકાણકારોના 5 મિનિટમાં સાડા 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા.
Trending Photos
નવી દિલ્હી: યુક્રેન અને રશિયાના ટા ટેન્શને આજે એટલે કે 14 ફેબ્રુઆરી 2022ના સોમવારે ભારતીય શેર બજારમાં કોહરામ મચાવી દીધો. યુક્રેન-રશિયાના કારણે પેદા થયેલા સંકટે ગ્લોબલ માર્કેટને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેની સ્પષ્ટ અસર ભારતીય બજારો પર જોવા મળી રહી છે. સ્થિતિ એવી થઈ છે કે આજે બજાર ખુલતા જ સેન્સેક્સ 1500 અંક સુધી ગગડી ગયો અને રોકાણકારોના 5 મિનિટમાં સાડા 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા.
યુદ્ધની આશંકાથી રોકાણકારો ગભરાયા
હકીકતમાં યુદ્ધની આશંકાના પગલે દુનિયાભરના રોકાણકારો ગભરાયેલા છે અને સુરક્ષિત રોકાણમાં જ રસ લઈ રહ્યા છે. આ કારણે દુનિયાભરના બજારોમાં ભારે વેચાવલી જોવા મળી રહી છે. જેની અસર સોમવારે ઘરેલુ બજારમાં પણ જોવા મળી. બીએસઈ પાસેથી મળેલા આંકડા મુજબ સવારે 9.35 વાગે સેન્સેક્સ 1223 અંકોના ઘટાડા સાથે 56829 અંકો પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે આજે સેન્સેક્સ 56612 અંકોની સાથે દિવસના નીચલા સ્તરે પણ ગયો. જ્યારે બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સૂચકઆંક નિફ્ટી 2 ટકા એટલે કે લગભગ 400 અંકોના ઘટાડા સાથે 16978 અંક પર કારોબાર કરી રહ્યો હતો. આશંકા છે કે આજે દિવસભર ઘટાડાનો આવો જ ટ્રેન્ડ રહેશે. અત્યારે 10.55 વાગે સેન્સેક્સ 1009.70 પોઈન્ટના ઘટાડા સાથે 57,143 પોઈન્ટ પર અને નિફ્ટી 306.30 અંકના ઘટાડા સાથે 17,068.50 અંક પર કારોબાર કરી રહ્યો છે.
ગત અઠવાડિયે પણ થયું હતું નુકસાન
અઠવાડિયાના પહેલા દિવસે જ શેરબજાર તૂટી પડ્યું. જ્યારે તે પહેલા ગત અઠવાડિયું પણ ઘરેલુ બજાર માટે ખરાબ સાબિત થયું હતું. બજેટના પગલે બજારમાં આવેલી તેજી સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂકી છે. ગત સપ્તાહે બજાર અમેરિકામાં વ્યાજદર જલદી વધારવાની ચિંતાથી પરેશાન હતું. આ તણાવ ઘટ્યો નહતો કે યુક્રેન સંકટે બજારની હાલત વધુ બગાડી. યુક્રેન સંકેટના પગલે ક્રૂડ ઓઈલ 7 વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ચૂક્યું છે. આશંકા છે કે ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી શકે છે. જો આમ થયું તો તે વૈશ્વિક અર્થવ્યવસ્થાના ગ્રોથ પર ભારે સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે