શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 646 અને નિફ્ટીમાં 187 પોઈન્ટનો વધારો

સેન્સેક્સના 30માથી 22 અને નિફ્ટીના 50માથી 38 શેર વધારા સાથે બંધ થયા હતા. બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી થઈ હતી.
 

શેરબજારમાં તેજીઃ  સેન્સેક્સમાં 646 અને નિફ્ટીમાં 187 પોઈન્ટનો વધારો

મુંબઈઃ શેર બજારમાં બુધવારે તેજી આવી હતી. સેન્સેક્સ 645.97 પોઈન્ટના વધારા સાથે 38,177.95 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન 38,209.84ના સ્તર સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 186.90 પોઈન્ટના વધારા સાથે 11313.30ની સપાટી પર બંધ થઈ હતી. ઇન્ડ્રા-ડેમાં 11,321.60ના ઉચ્ચ સ્તરે પહોંચી હતી. 

સેન્સેક્સના 30માથી 22 અને નિફ્ટીના 50માથી 38 શેર વધારા સાથે બંધ થયા હતા. બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી થઈ હતી. એનએસઈ પર 11માથી 10 સેક્ટર ઇન્ડેક્સ ફાયદામાં રહ્યા હતા. બેન્ક ઇન્ડેક્સમાં સૌથી વધુ 3.7 ટકાની તેજી જોવા મળી હતી. માત્ર આઈટી ઇન્ડેક્સમાં 0.71 ટકાનું નુકસાન રહ્યું હતું. 

નિફ્ટીના ટોપ-5 ગેનર  
શેર વધારો
ઇનડસઇન્ડ બેન્ક 5.52%
ઇન્ફ્રાટેલ 5.34%
ભારતી એરટેલ 5.23%
એસબીઆઈ 5.10%
અલ્ટ્રાટેક સિમેન્ટ 4.92%
નિફ્ટીના ટોપ-5 લુઝર  
શેેર ઘટાડો
યસ બેન્ક 5.15%
હીરો મોટોકોર્પ 2.80%
ઝી એન્ટરટેઇનમેન્ટ 2.37%
ટાઇટન 2.27%
એચસીએલ ટેક 2.17%

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news