Muhurat Trading Picks 2023: આ 5 શેર 2-4 અઠવાડિયામાં કરાવશે સારો ફાયદો, મુહૂર્ત ટ્રેડિંગમાં ખરીદવાની મોટી તક

Sharekhan Muhurat Trading Picks 2023: બ્રોકરેજ ફર્મ શેરખાને પોતાના મુહૂર્ત ટ્રેડિંગ પિક્સ 2023 (Muhurat Trading Picks 2023)માં 5 ક્વોલિટી શેર સામેલ કર્યાં છે. 

Muhurat Trading Picks 2023: આ 5 શેર 2-4 અઠવાડિયામાં કરાવશે સારો ફાયદો, મુહૂર્ત ટ્રેડિંગમાં ખરીદવાની મોટી તક

Sharekhan Muhurat Trading Picks 2023: શેર બજારમાં વિદેશી સેન્ટીમેન્ટ્સને કારણે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દિવાળી રોકાણની શુભ શરૂઆત કરવાની સારી તક હોય છે. દિવાળી પર 1 કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ આજે થશે. આ રોકાણની સાથે-સાથે સારા શેરમાં પોઝિશનલ કે શોર્ટ ટર્મ ટ્રેડિંગની શાનદાર તક છે. બ્રોકરેજ ફર્મ શેરખાન (Sharekhan)એ પોતાના મુહૂર્ત ટ્રેડિંગ પિક્સ 2023 (Muhurat Trading Picks 2023)માં 5 ક્વોલિટી શેર સામેલ કર્યાં છે. આગામી 2-4 સપ્તાહની દ્રષ્ટિએ ટાર્ગેટ, સ્પોટલોસ આપ્યા છે. તેમાં CDSL, Cochin Shipyard, Fortis Healthcare, Quess Corp અને Bombay Burmah Trading Corp સામેલ છે. 

CDSL
CDSL ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Sharekhan એ BUY ની સલાહ આપી છે. પ્રથમ ટાર્ગેટ 1886 અને બીજો ટાર્ગેટ 2000 રૂપિયા છે. સ્ટોપલોસ 1610 રાખવાનો છે. 10 નવેમ્બર 2023ના શેરનો ભાવ 1784 રૂપિયા પર બંધ થયો હતો. 

Cochin Shipyard
Cochin Shipyard ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Sharekhan એ BUY 
ની સલાહ આપી છે. પ્રથમ ટાર્ગેટ 1150 અને બીજો ટાર્ગેટ 1260 રૂપિયા છે. સ્ટોપલોસ 970 રૂપિયા રાખવાનો છે. 10 નવેમ્બર 2023ના શેરનો ભાવ 1049 રૂપિયા પર બંધ થયો હતો. 

Fortis Healthcare
ortis Healthcare ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Sharekhan એ બાયની સલાહ આપી છે. પ્રથમ ટાર્ગેટ 390 રૂપિયા અને બીજો ટાર્ગેટ 415 રૂપિયા છે. સ્ટોપલોસ 320 રૂપિયા રાખવાનો છે. 10 નવેમ્બરે આ શેર 362 રૂપિયા પર બંધ થયો હતો. 

Quess Corp
Quess Corp ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Sharekhan એ BUY ની સલાહ આપી છે. પ્રથમ ટાર્ગેટ 542 અને બીજો ટાર્ગેટ 595 રૂપિયા છે. સ્ટોપલોસ 420 રાખવાનો છે. 10 નવેમ્બરે શેરનો ભાવ 467 રૂપિયા હતો.  

Bombay Burmah Trading
Bombay Burmah Trading ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Sharekhan એ BUY ની સલાહ આપી છે. પ્રથમ ટાર્ગેટ 1560 અને બીજો ટાર્ગેટ 1777 રૂપિયા છે. સ્ટોપલોસ 1330 રાખવાનો છે. 10 નવેમ્બર 2023ના શેરનો ભાવ 1475 રૂપિયા પર બંધ થયો હતો. 

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news