STIMULUS package: નાણામંત્રીએ રાહત પેકેજની કરી જાહેરાત, કોરોના પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડની લોન ગેરંટીનું એલાન

STIMULUS package:કોરોના સંકટ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રીએ સ્વાસ્થ્ય સહિત અન્ય સેક્ટર માટે લોન ગેરંટી યોજનાની જાહેરાત કરી છે. 

 STIMULUS package: નાણામંત્રીએ રાહત પેકેજની કરી જાહેરાત, કોરોના પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડની લોન ગેરંટીનું એલાન

નવી દિલ્હીઃ Stimulus Package: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરંટીની સોમવારે જાહેરાત કરી ઝછે. આ સાથે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આજે 8 રાહત ઉપાયોની જાહેરાત કરવાની વાત કહી છે. 

સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ એક રાહત પેકેજ આપવામાં આવી રહ્યું છે. આ રાહત પેકેજમાં મેડિકલ સેક્ટરને લોન ગેરંટી આપવામાં આવશે. સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા અને અન્ય ક્ષેત્ર માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન 7.95 ટકાના વ્યાજ પર આપવામાં આવશે. આ સિવાય અન્ય ક્ષેત્રો માટે વ્યાજદર 8.25 ટકાથી વધુ હશે નહીં. 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરતા કહ્યું કે, 3 વર્ષ માટે ક્રેડિટ ગેરંટી યોજના છે. નાના ધીરનારને લોનની સુવિધા આપવામાં આવશે. પહેલા 5 લાખ પર્યટકોએ વીઝા શુલ્ક આપવાનું રહેશે નહીં. 

— ANI (@ANI) June 28, 2021

પાછલા વર્ષે પણ સરકારે ક્રેડિટ ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી. આ વખતે ઈસીએલજીએસ સ્કીમ હેઠળ 1.5 લાખ કરોડ રૂપિયાની વધારાની લોનની જોગવાઈ કરવામાં આવી છે. ક્રેડિટ ગેરંટી સ્કીમથી 25 લાખ નાના ઉદ્યમિઓને તેનો ફાયદો મળશે. તેમાં વ્યાજનો દર એમસીએલઆર પ્લસ 2 ટકા હશે. તેનો સમયગાળો ત્રણ વર્ષ રહેશે. તેનો લાભ 31 માર્ચ 2022 સુધી લઈ શકાય છે. 

પર્યટન ક્ષેત્ર માટે પણ સરકારે મોટુ પગલું ભર્યું છે. તે હેઠળ ટૂરિસ્ટ ગાઇડ અને આ પ્રકારના બીજા લોકોની મદદ કરવામાં આવશે. તેનો લાભ 10700 ટૂરિસ્ટ ગાઇડને મળશે. એક લાખ રૂપિયા સુધીની સહાયતા ટૂરિસ્ટ ગાઇડને આપવામાં આવશે. ટૂરિસ્ટ એજન્સીને 10 લાખ સુધીની મદદ કરવામાં આવશે. 

ભારત આવનારા પ્રથમ 5 લાખ ટૂરિસ્ટોએ વીઝા શુલ્ક આપવાનું રહેશે નહીં. 1.93 લાખ પર્યટક 2019માં ભારત આવ્યા હતા. આવા ટૂરિસ્ટ એવરેજ 21 દિવસ ભારતમાં રહે છે. તે પ્રતિદિન એવરેજ 2400 રૂપિયા ખર્ચ કરે છે. આ સ્કીમ આગામી વર્ષે 31 માર્ચ સુધી જારી રહેશે. તેના પર કુલ 100 કરોડ રૂપિયા ખર્ચ થશે. 

— ANI (@ANI) June 28, 2021

પાછલા વર્ષે પણ સરકારે ઇકોનોમીને મજબૂતી આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. ઉદ્યોગ સહિત સહિત અન્ય લોકોને સરકાર તરફથી રાહત પેકેજની આશા હતી. તેમનું માનવું હતું કે કોરોનાની બીજી લહેરથી બેહાલ ઘરેલૂ અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે સરકારે રાહત પેકેજ લાવવું જોઈએ. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news