પાક્કા મિત્રએ નિભાવી એવી મિત્રતા, 1985 નો પત્ર થયો વાયરલ; વાંચીને તમે પણ રડી પડશો
Handwritten Job Application Viral: મિત્રતાના આ સાચા સ્વરૂપ વિશે લિંક્ડઇન પોસ્ટ વાયર થઈ રહી છે. એર ઇન્ડિયાના કોમર્શિયલ લીડ રવિના મોરેએ એક મિત્રતા વિશે એક પોસ્ટ શેર કરી છે જે જરૂરિયાતના સમયે કસોટી પર ખરી ઉતરી છે.
Trending Photos
Best Friendship Letter On Linkedin: મિત્રોનું જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. એ વ્યક્તિ ખરેખર તમારો સાચો મિત્ર હોય છે જ્યારે તે તમારા ખરાબ સમયમાં તમારા માટે એટલો જ હોય છે જેટલો તે તમારા સારા સમયમાં હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં આપણો સાચો મિત્ર આપણી સાથે ઉભો રહે છે. એક મહિલાએ તેમના પિતાના સૌથી સાચા મિત્ર વિશે લિંક્ડઇન પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, પિતાના મિત્રએ નોકરી અરજી લખવામાં કેવી રીતે મદદ કરી. મિત્રતાના આ સાચા સ્વરૂપ વિશે લિંક્ડઇન પોસ્ટ વાયર થઈ રહી છે. એર ઇન્ડિયાના કોમર્શિયલ લીડ રવિના મોરેએ એક મિત્રતા વિશે એક પોસ્ટ શેર કરી છે જે જરૂરિયાતના સમયે કસોટી પર ખરી ઉતરી છે. આ પોસ્ટ એ વિષય પર હતી કે કેવી રીતે તેમના પિતાના સૌથી સારા મિત્રએ 80 ના દાયકામાં નોકરી મેળવવા માટે મદદ કરી હતી.
પિતાના મિત્રએ નોકરી મેળવવામાં કંઈક આ રીતે કરી મદદ
આવતા અઠવાડિયે તેમના પિતાના રિટાયરમેન્ટ પહેલા રવિનાએ તે મિત્રની યાદ અપાવી જે હજુ પણ તેના પિતાના સૌથી નજીકના વિશ્વાસુ છે. પોસ્ટને 1985 ની હાથથી લખેલી નોકરીની અરજી સાથે શેર કરવામાં આવી છે. તેમાં લખ્યું હતું- જ્યારે મારા પિતાજીએ 80 ના દાયકામાં સ્નાતક કર્યું હતું, ત્યારે કેમ્પસ પ્લેસમેન્ટ એટલું સામાન્ય ન હતું. તેઓ તેમના જીવનમાં પહેલી વખત નોકરી માટે અરજી કરી રહ્યા હતા. રિઝ્યુમ ડ્રાફ્ટ કરવા અને નોકરી માટે અરજી લખવા માટે પરેશાન હતા. જોકે, તેમના સૌથી સારા મિત્ર, પ્રકાશ કાકાની અગ્રેંજી ભાષા અને લખાણ ખુબ જ સરસ હતું. પ્રકાશ કાકા, પિતાજીના રક્ષક હતા, નોકરીની 10 અરજી લખવાથી લઇને મારા પિતાજીની નોકરી માટે તૈયારી કરવા અને ઇન્ટરવ્યૂમાં બોલવા સુધી તેમણે કોઈ કસર છોડી ન હતી.
પિતાની ભૂલોને સુધારતા હતા તેમના મિત્ર
રવિનાએ જણાવ્યું કે, મારા પિતાજી ભૂલો કરતા રહેતા, જેમ કે, એક કંપની માટે બીજી કંપનીને અરજી મોકલવી! પરંતુ જેવુ મિત્રો હંમેશા કરે છે તેમ, પ્રકાશ અંકલે સતત સાથ આપ્યો અને મારા પિતાને પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા. ભલે તેમના પિતા ખોટી કંપનીમાં અરજી મોકલવા જેવી ભૂલો કરતા રહે, પરંતુ પ્રકાશ કાકાએ નોકરી મેળવવામાં હંમેશા મદદ કરી.
ટર્મ પ્લાન જે પ્રીમિયમ ચૂકવે અને 85 ની ઉંમર સુધી સુરક્ષા આપે
ત્યારબાદ રવિનાએ હાથથી લખેલી નોકરી અરજી વિશે વાત કરી. તેમણે કહ્યું, આ તે અરજીઓમાંથી એક છે જે તેમણે 1985 માં મારા પિતાજી માટે લખી હતી. જ્યારે હાથથી લખેલી અરજી ભૂતકાળની વાત છે. હું દરેક વ્યક્તિને એક સૂચના આપવા માંગુ છુ કે જે મિત્રોને કરિયર બ્રેક મેળવવામાં મદદ કરવા માટે સમય કાઢે છે- જેમ કે, રિઝ્યુમની સમીક્ષા કરીને મિત્રોને રેફર કરીને, કંપની/ઉદ્યોગ વિશેની માહિતી શેર કરીને અને સૌથી મહત્વપૂર્ણ વાત મુશ્કેલ સમયમાં ત્યાં રહી, તે હંમેશા સાથે હોય છે.
આ નોકરીની અરજી થર્મેક્સને લખવામાં આવી હતી. રવિનાના પિતાએ ટ્રેની એન્જિનિયર- મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શનની ભૂમિકા માટે અરજી કરી હતી. લખાણ ખરેખરમાં સુંદર હતું અને પોસ્ટ પર ટિપ્પણી કરનારા ઘણા લોકો તેના પર સંમત હતા. રવિનાની આ પોર્ટને 27 હજારથી વધારે લોકોએ પસંદ કરી અને તેમાંથી મોટાભાગના લોકો ઇમોશનલ થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે