ExitPoll ના સંકેત બાદ શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ એક્ઝિટ પોલ્સના સંકેતો બાદ બજારમાં હાહાકાર મચી ગયો છે. સોમવારે કારોબારી સત્ર ભારતીય શેર બજાર માટે અત્યાર સુધી અમંગળ રહ્યો છે. બપોરે 3:04 વાગે સેન્સેક્સ 704 પોઈન્ટના ઘટાડા સાથે 34,969 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ 2:32 વાગે સેન્સેક્સ 34,992 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ એક્ઝિટ પોલ્સના સંકેતો બાદ બજારમાં હાહાકાર મચી ગયો છે. સોમવારે કારોબારી સત્ર ભારતીય શેર બજાર માટે અત્યાર સુધી અમંગળ રહ્યો છે. બપોરે 3:04 વાગે સેન્સેક્સ 704 પોઈન્ટના ઘટાડા સાથે 34,969 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ 2:32 વાગે સેન્સેક્સ 34,992 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો હતો.
બપોરે 2:30 વાગે સેન્સેક્સ 670 પોઈન્ટ તૂટીને 35,002 પર અને નિફ્ટી 201 પોઈન્ટ તૂટીને 10,492 પર ટ્રેંડ કરી રહ્યો હતો. આ પહેલાં બપોરે 1:57 વાગે સેન્સેક્સ 655 પોઈન્ટ તૂટીને 35,017 પર અને નિફ્ટી 193 પોઈન્ટ તૂટીને 10,499 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો હતો.
આ પહેલાં સોમવારે શેર બજાર ભારે ઘટાડા સાથે ખૂલ્યું અને સવારે 9:49 વાગ્યા સુધી સેન્સેક્સ 603.32 પોઈન્ટ એટલે કે 1.69% ના ઘટાડા સાથે 35,069.93 પર ટ્રેંડ કરી રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી 189.95 પોઈન્ટ એટલે કે 1.78% ના ઘટાડા સાથે 10,503.75 પર ટ્રેંડ કરી રહ્યો હતો.
બીએસઇના 31 કંપનીઓ પર આધારિત સંવેદી ઈન્ડેક્સ 478.59 પોઈન્ટના ઘટાડા સાથે 35,204.66 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 185 પોઈન્ટના ઘટાડા સાથે 10,508.70 ખુલ્યો. સેન્સેક્સ શુક્રવારે 361 પોઈન્ટની તેજી સાથે 35,673.25 પર બંધ થયો, તો બીજી તરફ નિફ્ટી 92 પોઈન્ટની તેજી સાથે 10,693.70 પર બંધ થયો હતો.
ત્યારબાદ થોડીવારમાં બજારમાં વેચાવલી હાવી થઇ અને સેન્સેક્સ જોત જોતાં 600થી વધુ પોઈન્ટ તૂટી ગયો. ભારે ઘટાડા સાથે સેન્સેક્સ ફરી એકવાર 35,000ના સ્તર પર જતો જોવા મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે