Stock Market Closing: સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન સાથે બંધ, આ કંપનીના શેરે રોકાણકારોને કરાવ્યો મબલક ફાયદો

Stock Market Closing: સવારે ઉતાર ચડાવના માહોલ બાદ સેન્સેક્સમાં સારી રિકવરી જોવા મળી. આજે બજારમાં સારી ખરીદી પણ થઈ. અઠવાડિયાના પહેલા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 300.44 પોઈન્ટ ચડીને 59,141.23 ના સ્તરે બંધ થયો.

Stock Market Closing: સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન સાથે બંધ, આ કંપનીના શેરે રોકાણકારોને કરાવ્યો મબલક ફાયદો

Stock Market Closing: સવારે ઉતાર ચડાવના માહોલ બાદ સેન્સેક્સમાં સારી રિકવરી જોવા મળી. આજે બજારમાં સારી ખરીદી પણ થઈ. અઠવાડિયાના પહેલા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 300.44 પોઈન્ટ ચડીને 59,141.23 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી 91.50 પોઈન્ટના વધારા સાથે 17,622.30 ના સ્તરે બંધ થયો. બજારમાં રિકવરી જોવા મળતા રોકાણકારોને પણ હાશકારો થયો. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, અદાણી પોર્ટ્સ, એચયુએલના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, એચયુએલ, નેસ્લેના શેર જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
ટાટા સ્ટીલનો શેર સૌથી મોટો લૂઝર સ્ટોક સાબિત થયો. નિફ્ટી ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, બ્રિટાનિયા, આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રિડ  કોર્પના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝરમાં ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રિડ કોર્પ, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ વગેરેના શેર જોવા મળ્યા. 

કયા સેક્ટરના કેવા હાલ
સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે મેટલ, રિટલ્ટી અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ સેક્ટરમાં વેચાવલી રહી. આ સિવાય તમામ સેક્ટરમાં ખરીદી જોવા મળી. આજે બેંક નિફ્ટી, ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક, હેલ્થકેર, અને ઓઈલ તથા ગેસ સેક્ટરમાં પણ સારી એવી ખરીદી જોવા મળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news