Stock Market Closing: ઉથલપાથલ વચ્ચે સેન્સેક્સ સામાન્ય તેજી સાથે બંધ થયો, આ શેરનું દમદાર પરફોર્મન્સ

Stock Market Closing: દિવસભર કારોબાર બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ સામાન્ય વધારા સાથે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે બંધ થયો. અઠવાડિયાના છેલ્લા દિવસે આજે બજારમાં આઈટી અને બેંકિંગ સેક્ટરમાં તેજી જોવા મળી. આ ઉપરાંત ઓટો સેક્ટરમાં નબળાઈ જોવા મળી.

Stock Market Closing: ઉથલપાથલ વચ્ચે સેન્સેક્સ સામાન્ય તેજી સાથે બંધ થયો, આ શેરનું દમદાર પરફોર્મન્સ

 

Stock Market Closing: દિવસભર કારોબાર બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ સામાન્ય વધારા સાથે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે બંધ થયો. અઠવાડિયાના છેલ્લા દિવસે આજે બજારમાં આઈટી અને બેંકિંગ સેક્ટરમાં તેજી જોવા મળી. આ ઉપરાંત ઓટો સેક્ટરમાં નબળાઈ જોવા મળી. આજે મારુતિના સ્ટોક્સ સૌથી વધુ તૂટ્યા. આ ઉપરાંત આજનો ટોપ ગેઈનર સ્ટોક આઈટીસી જોવા મળ્યો. 

બજારના હાલ
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 36.74 પોઈન્ટના વધારા સાથે 58,803.33ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 3.30 પોઈન્ટના ઘટાડા સાથે 17,539.50 ના સ્તરે બંધ થયો. 

ટોપ  ગેઈનર્સ
નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં આઈટીસી, અદાણી પોર્ટ, એચડીએફસી, લાર્સન, એચડીએફસી બેંકના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સના ટોપ ગેઈનર્સમાં એચડીએફસી, આઈટીસી, લાર્સન, એચડીએફસી બેંક, એક્સિસ બેંકના શેર રહ્યા. 

ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં બીપીસીએલ, શ્રી સિમેન્ટ, હીરો મોટરકોર્પ, હિન્દાલ્કો, ઓએનજીસીના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં મારુતિ સુઝૂકી, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લેના શેર જોવા મળ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news