Stock Market Crash: 6 કલાકનું ટ્રેડિંગ... રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ, બજારમાં કેમ મચી ગયો આટલો હાહાકાર? 

Stock Market Closing Today: સવારે સારી સ્થિતિમાં ખુલ્ય બાદ આજે બપોર થતા તો શેરબજાર ધડામ થઈ ગયા. સેન્સેક્સમાં દિવસના કારોબાર દરમિયાન 1600 અંકનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ પણ 500 અંક સુધી ગગડી ગયો.

Trending Photos

Stock Market Crash: 6 કલાકનું ટ્રેડિંગ... રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ, બજારમાં કેમ મચી ગયો આટલો હાહાકાર? 

Stock Market Closing Today: સવારે સારી સ્થિતિમાં ખુલ્ય બાદ આજે બપોર થતા તો શેરબજાર ધડામ થઈ ગયા. સેન્સેક્સમાં દિવસના કારોબાર દરમિયાન 1600 અંકનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ પણ 500 અંક સુધી ગગડી ગયો. સેન્સેક્સમાં દિવસના કારોબાર દરમિયાન 1600 અંકનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ પણ 500 અંક સુધી ગગડી ગયો. 

બીએસઈનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 930.88 પોઈન્ટ એટલે 1.30 ટકાના ઘટાડા સાથે 70,506.31 ના લેવલ પર બંધ થયો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 302.95 અંક એટલે કે 1.41 ટકાના ઘટાડા સાથે 21,150.15 ના લેવલ પર ક્લોઝ થયો. બજારમાં આજે ઘટાડા વચ્ચે રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. 

કેમ બજાર થયા ધડામ?
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટના ડરથી શેર માર્કેટ ક્રેશ થઈ ગયું. કોરોનાના નવા વેરિએન્ટના કારણે દેશમાં એકવાર ફરીથી કોવિડના કેસ વધવા લાગ્યા છે. કોરોનાના કેસ વધવાથી બધામાં ડર જોવા મળી રહ્યો છે. હાલ હવે દેશભરમાં કુલ કેસ વધીને 694 થઈ ગયા છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પણ આ અંગે જાણકારી આપી છે કે કોરોનાના નવા વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે. આ પણ બજારમાં કડાકાનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય એફઆઈઆઈએ 600 કરોડ રૂપિયાથી વધુના શેરની વેચાવલી કરી છે. જેના કારણે બજારમાં કડાકો આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news