Stock Market Opening: તેજી સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂત, આ શેર્સ દેખાડી રહ્યા છે દમ
Stock Market Opening: વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સારા પરિણામોના પગલે મંગળવારે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ટ્રેડિંગ શરૂ થતા 30 અંકવાળા સેન્સેક્સ અને 50 અંકવાળા નિફ્ટી બંનેમાં લીલા નિશાન સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 298.61 પોઈન્ટના વધારા સાથે 59761.39ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 76.60 પોઈન્ટના વધારા સાથે 17774.80 ના સ્તરે ખુલ્યો.
Trending Photos

બજાર લેટેસ્ટ અપડટ
સવારે 9.28 વાગે સેન્સેક્સ 372.01 પોઈન્ટના વધારા સાથે 59834.79ના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 97.40 પોઈન્ટના વધારા સાથે 17795.60ના સ્તરે છે.
ટોપ ગેઈનર્સ
બજાર ખુલતાની સાથે જ જે શેર્સ દમદાર પરફોર્મ કરી રહ્યા છે તેમાં નિફ્ટીમાં M&M, હીરો મોટરકોર્પ, એશિયન પેઈન્ટ્સ, આઈશર મોટર્સ, અદાણી પોર્ટના શેર જોવા મળ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં M&M, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, એક્સિસ બેંક, એચડીએફસીના શેર્સ છે.
ટોપ લૂઝર્સ
તેજીમાં પણ કેટલાક શેર્સ નબળું પરફોર્મ કરી રહ્યા છે, નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં હિન્દાલ્કો, ગ્રાસીમ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એનટીપીસીના શેર જોવા મળ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગઈનર્સમાં ટાટા સ્ટીલ, એનટીપીસી, સન ફાર્મા, ટાઈટન કંપની, પાવર ગ્રિડ કોર્પોરેશનના શેર હાલ જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે