30% સુધીનું તગડું રિટર્ન મેળવવું હોય તો ખરીદો આ 5 શેર, Sharekhan બનાવ્યું ફંડામેન્ટલ પિક

Top 5 stocks to buy: બજારમાં ઉતાર ચડાવ છતાં લાંબા સમયગાળાના રોકાણ વેલ્થ ક્રિએશનમાં મદદ કરે છે. બ્રોકરેજ હાઉસ શેરખાને સારા આઉટલુકના દમ પર પસંદગીના શેરોમાં રોકાણની સલાહ આપી છે.

30% સુધીનું તગડું રિટર્ન મેળવવું હોય તો ખરીદો આ 5 શેર, Sharekhan બનાવ્યું ફંડામેન્ટલ પિક

Top 5 stocks to buy: વિદેશી બજારોથી મિક્સ સંકેત છે. GIFT Nifty લગભગ 80 અંકોના ઘટાડા સાથે 21700 ની નીચે ગગડ્યો છે. અમેરિકી વાયદા બજાર અને એશિયન માર્કેટમાં નરમી નોંધાઈ રહી છે. આ સાથે જ ક્રૂડમાં પણ ઘટાડો છે. જેની અસર 3 જાન્યુઆરીના રોજ ભારતીય શેરબજારોના કારોબારી સેશનમાં જોવા મળી શકે છે. આ અગાઉ મંગળવારે સેન્સેક્સ 379 અંક ગગડીને 71,892 પર બંધ થયો હતો. 

બજારમાં ઉતાર ચડાવ છતાં લાંબા સમયગાળાના રોકાણ વેલ્થ ક્રિએશનમાં મદદ કરે છે. બ્રોકરેજ હાઉસ શેરખાને સારા આઉટલુકના દમ પર પસંદગીના શેરોમાં રોકાણની સલાહ આપી છે. તેમાં બેંક Bank of India, Chalet Hotels, Samhi Hotels, Caplin Point, TCS ના શેરો સામેલ છે. આ સ્ટોક્સમાં રોકાણકારોને આગામી 12 મહિનામાં 30 ટકા સુધીનું તગડું રિટર્ન મળી શકે છે. 

Bank of India
બેંક ઓફ ઈન્ડિયાના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 135 રૂપિયા છે. 2 જાન્યુઆરી 2024ના રોજ શેરનો ભાવ 114 રૂપિયા પર બંધ થયો. એ રીતે આગળ સ્ટોકમાં 18 ટકા રિટર્ન મળી શકે છે. 

Chalet Hotels
Chalet Hotelsના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે અને પ્રતિ શેર ટાર્ગેટ 802 રૂપિયા છે. 2 જાન્યુઆરીના રોજ શેરનો  ભાવ 675 રૂપિયા પર બંધ થયો હતો. આગળ સ્ટોકમાં 19 ટકા સુધી રિટર્ન મળી શકે છે. 

Samhi Hotels
તેના શેરમાં પણ ખરીદીની શેરખાને સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 222 રૂપિયા છે. 2 જાન્યુઆરીના રોજ શેરનો ભાવ 171 રૂપિયા પર બંધ થયો હતો. આગળ સ્ટોકમાં 30 ટકા રિટર્ન મળી શકે છે. 

Caplin Point
Caplin Point ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1543 રૂપિયા છે. 2 જાન્યુઆરીના રોજ શેરનો ભાવ 1395 રૂપિયા પર બંધ થયો. આગળ સ્ટોકમાં 11 ટકા રિટર્ન મળી શકે છે. 

TCS
TCS ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 4200 રૂપિયા છે. 2 જાન્યુઆરી 2024ના રોજ શેરનો ભાવ 3781 રૂપિયા પર બંધ થયો. આગળ સ્ટોકમાં 11 ટકા રિટર્ન મળી શકે છે. 

 (Disclaimer: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ ઝી24કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લો.)

અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news