Stocks To Buy: ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા ખરીદી લો આ 3 શેર, રિઝલ્ટ ગમે તે આવે પણ ધમાકેદાર તેજી જોવા મળશે
Stocks to BUY: શેરબજાર પર પ્રોફિટ બુકિંગ હાલ હાવી છે. 5 દિવસથી સતત બજાર ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે 4 જૂનના રોજ જે પ્રકારના પરિણામ આવશે, આવનારા સમયમાં બજારમાં એક્શન તે પ્રમાણે જોવા મળશે.
Trending Photos
Stocks to BUY: શેરબજાર પર પ્રોફિટ બુકિંગ હાલ હાવી છે. 5 દિવસથી સતત બજાર ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે 4 જૂનના રોજ જે પ્રકારના પરિણામ આવશે, આવનારા સમયમાં બજારમાં એક્શન તે પ્રમાણે જોવા મળશે. કેડિયાનોમિક્સના સુશિલ કેડિયાએ પરિણામો પહેલા આ 3 શેરોમાં ખરીદીની સલાહ આપી છે. એક્સપર્ટે કહ્યું કે તેઓ આ શેરોમાં કોઈ પણ સંજોગોમાં ખરીદી કરવા ઈચ્છશે. તેમણે કહ્યું કે જો પરિણામો આશા પ્રમાણે આવશે તો નિફ્ટીમાં વર્તમાન સ્તરથી 1000 અંકોની મોટી તેજી આવી શકે છે.
Aditya Birla Fashion
સુશીલ કેડિયાની પહેલી પસંદ આદિત્ય બિરલા ફેશનના શેર છે. આ શેર 292 રૂપિયા પર બંધ થયા. 28મી મેના રોજ કંપનીએ Q4 ના પરિણામો જાહેર કર્યા જે શાનદાર જોવા મળ્યા. વાર્ષિક આધાર પર EBITDA માં 63 ટકાનો ગ્રોથ જોવા મળ્યો. રેવન્યૂમાં 18 ટકાનો ગ્રોથ નોંધાયો. ઈન્ટ્રાડેમાં શેરે 305 રૂપિયાનું ન્યૂ 52 વીક્સ હાઈ બનાવ્યું. એક અઠવાડિયામાં શેર લગભગ 5 ટકા, બે અઠવાડિયામાં 11 ટકા અને એક મહિનામાં 12 ટકા ઉછળ્યા. એક્સપર્ટનું માનવું છે કે તેમાં આગામી એક મહિનામાં 25 ટકા તેજી જોવા મળી શકે છે.
DLF ના શેરમાં મજબૂતીના સંકેત
એક્સપર્ટની બીજી પસંદ DLFના શેર પર ઉતરી છે. આ શેર 802 રૂપિયાના સ્તર પર છે. 1 એપ્રિલના રોજ સ્ટોકે 967 રૂપિયાનો ન્યૂ 52 અઠવાડિયાનું હાઈ લેવલ બનાવ્યું હતું. આજે આ શેરે 799 રૂપિયાનું આ મહિનાનું લો પણ બનાવ્યું. એક્સપર્ટનું માનવું છે કે જ્યાં સુધી તે 780-790 રૂપિયાનું લેવલ મેન્ટેઈન કરે છે ત્યાં સુધી તેજીની આશા છે. એકવાર તે 840 રૂપિયા ઉપર જશે તો તે 1100 રૂપિયા સુધીનું લેવલ દેખાડશે.
રિલાયન્સ અને અદાણી ગ્રુપના શેર પર રાખો નજર
લાર્જકેપમાં રોકાણકાર અદાણી અને રિલાયન્સના શેરો ઉપર પણ દાવ લગાવી શકે છે. પરિણામ જે પણ હોય પરંતુ તેમાં આગામી 8-10 દિવસોમાં સારી તેજી જોવા મળી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર ગઈ કાલે 2850 રૂપિયા પર બંધ થયો હતો. તેનો ઓલ ટાઈમ હાઈ 3025 રૂપિયાનો છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 3193 રૂપિયાના સ્તર પર બંધ થયો. તેનું હાઈ 3456 રૂપિયાનો છે.
(ડિસ્ક્લેમર: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ/એક્સપર્ટ દ્વારા અપાઈ છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસ લેવી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે