આગામી 5 વર્ષમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરશે સરકાર

વર્ષ 2019ના અંતિમ દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આગામી પાંચ પર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે. આ વિશે બનેલા ટાસ્ક ફોર્સનો રિપોર્ટ પણ મંગળવારે જારી કરવામાં આવ્યો હતો. 

આગામી 5 વર્ષમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરશે સરકાર

નવી દિલ્હીઃ વર્ષ 2019ના અંતિમ દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આગામી પાંચ પર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે. આ વિશે બનેલા ટાસ્ક ફોર્સનો રિપોર્ટ પણ મંગળવારે જારી કરવામાં આવ્યો હતો. 

પીએમ મોદીનું સપનું
ઉલ્લેખનીય છે કે દેશની અર્થવ્યવસ્થામાં મંદીને જોતા તે વાતની જરૂર હતી કે સરકારી ખર્ચ વધારવામાં આવે. હવે નાણાપ્રધાનની આ જાહેરાતથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓના કારોબારમાં તેજી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સૌથી પહેલા આ વાત કરી હતી કે આગામી 5 વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

આ સેક્ટરમાં આવશે પ્રોજેક્ટ
નાણાપ્રધાન નિર્મલા સીતારમને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તેમાંથી મોટા ભાપના પ્રોજેક્ટ પાવર, હેલ્થ, રેલવે, શહેરી, સિંચાઈ, ડિજિટલ વગેરે સેક્ટર સાથે જોડાયેલા હશે. તેમણે આગળ કહ્યું કે, ટાસ્ક ફોર્સે છેલ્લા ચાર મહિનામાં 70 સ્ટેકહોલ્ડરની સલાહ લેવા માટે કુલ 70 બેઠકો કરી છે. તેમણે તે પણ એલાન કર્યું કે, દેશમાં પ્રથમવાર એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) સંકલન મિકેનિઝમની શરૂઆત કરવામાં આવશે. 

Watch the press conference LIVE: https://t.co/jEcIMmVkd9 pic.twitter.com/ZNwth19Blq

— PIB in Maharashtra (@PIBMumbai) December 31, 2019

— PIB in Maharashtra (@PIBMumbai) December 31, 2019

ગ્લોબલ ઇનવેસ્ટર મીટનું આયોજન
તેમણે કહ્યું કે, દર વર્ષે એક ગ્લોબલ ઇનવેસ્ટર મીટનું આયોજન કરવામાં આવશે, આવી પ્રથમ મીટ 2020ના બીજા ક્વાર્ટરમાં થશે. તેમણે જણાવ્યું કે, 102 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ કેન્દ્રના હશે અને 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાજ્યોના હશેય જે સ્ટેકહોલ્ડર સાથે વાત કરવામાં આવી છે, તેમાં મંત્રાલય, રાજ્ય સરકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, ડેવલોપર બેન્ક વગેરે સામેલ છે. 

તેમણે જણાવ્યું કે, તેમાં 39 ટકા કેન્દ્રના, 39 ભાગ રાજ્યોનો અને 22 ટકા ભાગ ખાનગી ક્ષેત્રનો હશે. ખાનગી ક્ષેત્રનો ભાગ 2025 સુધી વધારીને 30 ટકા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, તેમાંથી 43 ટકા પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news