Sameer Wankhede ના પત્નીએ કહ્યું- મારા પતિ પ્રમાણિક, તેમના કામથી અનેક લોકો પરેશાન
પતિ પર લાગેલા આ આરોપો પર હવે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ જવાબ આપ્યા છે.
Trending Photos
મુંબઈ: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. કેસમાં સાક્ષી એવા પ્રભાકર સાઈલ દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ લગાવવામાં આવ્યા છે. હવે આ મામલે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. જેમા જણાવવામાં આવી રહ્યું છે કે પ્રભાકર સાઈલે પૈસા લઈને આ કામ કર્યું છે. જો કે Zee 24 કલાક આ સ્ટિંગની પુષ્ટિ કરતું નથી. બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને એક નવો લેટર શેર કર્યો છે અને દાવો કર્યો છે કે એનસીબીના એક અધિકારીએ તેમને આ પત્ર આપ્યો છે. તેમણે સમીર વાનખેડે અને તેમની ટીમ પર 26 આરોપ લગાવ્યા છે. પતિ પર લાગેલા આ આરોપો પર હવે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ જવાબ આપ્યા છે.
સમીરના આખા ગામનું સર્ટિફિકેટ જોઈ લો
સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરે તમામ આરોપો પર કહ્યું કે આ તમામ દાવા ખોટા છે અને જો તેમના (નવાબ મલિક) પાસે એવો કોઈ પુરાવો હોય તો તેઓ કોર્ટમાં રજુ કરે તો તેના પર ન્યાય થશે. ટ્વિટર પર કોઈ કઈ પણ લખી શકે છે. જે સાચું ન થઈ જાય. નવાબ મલિકના ખોટા સર્ટિફિકેટના આરોપ પર ક્રાંતિએ કહ્યું કે સમીર વાનખેડેના આખા ગામનું સર્ટિફિકેટ જોઈ લો. તેમના આખા વાનખેડે પરિવારનું સર્ટિફિકેટ જોઈ લો. એક વ્યક્તિ ખોટું સર્ટિફિકેટ બનાવી શકે, આખું ગામ થોડી બનાવી શકે.
ये सारे दावे झूठे हैं और अगर उनके (नवाब मलिक) पास ऐसा कोई सबूत है तो वे (नवाब मलिक) कोर्ट में पेश करें तभी उस पर न्याय होगा। ट्विटर पर कोई भी कुछ भी लिख सकता है जो सच नहीं हो जाएगा: नवाब मलिक द्वारा समीर वानखेड़े पर फोन टैप का आरोप पर समीर वानखेड़े की पत्नी क्रांति वानखेड़े pic.twitter.com/tD52sfCyDu
— ANI_HindiNews (@AHindinews) October 26, 2021
સમીર ઈમાનદાર ઓફિસર
ક્રાંતિએ કહ્યું કે સમીર વાનખેડે એક ઈમાનદાર ઓફિસર છે. મને લાગે છે કે તેમના કામ કરવાની શૈલીથી અનેક લોકોને પરેશાની થતી હશે, અનેક લોકો ઈચ્છતા હશે કે તેઓ ખુરશીથી હટી જાય અને તેમનો ગુજારો ચાલતો રહે. એટલા માટે ઈચ્છે છે કે તેઓ હટી જાય અને તેમને તકલીફ ન પડે.
समीर वानखेड़े एक ईमानदार अफसर है तो मुझे लगता है कि उनके काम करने की शैली से बहुत लोगों को अड़चन होती होगी, बहुत लोग चाहते होंगे कि वह कुर्सी से हट जाएं और उनका गुज़ारा चलता रहे। तो इसलिए चाहते हैं कि ये हट जाएं और उनको तकलीफ न हो: समीर वानखेड़े की पत्नी क्रांति रेडकर वानखेड़े pic.twitter.com/Ncs3Cv8LoL
— ANI_HindiNews (@AHindinews) October 26, 2021
અમને જીવનું જોખમ
ક્રાંતિ રેડકર વાનખેડેએ કહ્યું કે અમને સુરક્ષા અપાઈ છે કારણ કે અમને જીવનું જોખમ છે. અમને, અમારા બાળકોને અને મારા પરિવારને ડરાવવામાં, ધમકાવવામાં આવી રહ્યો છે. કોઈ અમારી સામે જુએ તો લાગે છે કે કેમ જુએ છે. અમે તમામ મેસેજ સંભાળીને રાખ્યા છે અને સમય આવશે ત્યારે રજુ કરીશું.
અમે કરોડપતિ નથી
ક્રાંતિએ કહ્યું કે અમારે કોર્ટમાં કેમ જવું જોઈએ. અમારા વિરુદ્ધ આરોપ લગાવનારાઓએ કોર્ટેમાં જવું જોઈએ. અમે 'કરોડપતિ' નથી. અમે સાધારણ લોકો છીએ. સમીર એક ઈમાનદાર ઓફિસર છે. અનેક લોકો ઈચ્છે છે તેમને હટાવી દેવામાં આવે.
એનસીપી નેતા નવાબ મલિકનો નવો દાવો
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને એક નવો લેટર શેર કર્યો છે અને દાવો કર્યો છે કે એનસીબીના એક અધિકારીએ તેમને આ પત્ર આપ્યો છે. તેમણે સમીર વાનખેડે અને તેમની ટીમ પર 26 આરોપ લગાવ્યા છે. લેટર શેર કરતા નવાબ મલિકે કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે હું આ પત્ર ડીજી નાર્કોટિક્સને ફોરવર્ડ કરી રહ્યો છું અને તેમને ભલામણ કરું છું કે આ પત્રને સમીર વાનખેડે પર થઈ રહેલી તપાસમાં સામેલ કરવામાં આવે. લેટરમાં દાવો કરાયો છે કે સમીર વાનખેડે અને તેમની ટીમે લોકોના ઘરોમાં તલાશી દરમિયાન ડ્રગ્સ રાખીને ખોટા કેસ બનાવ્યા.
Here are the contents of the letter received by me from an unnamed NCB official.
As a responsible citizen I will be forwarding this letter to DG Narcotics requesting him to include this letter in the investigation being conducted on Sameer Wankhede pic.twitter.com/SOClI3ntAn
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 26, 2021
નકલી સર્ટિફિકેટ પર સમીરે નોકરી મેળવી
નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેએ નકલી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી છે અને કોઈ દલિતનો હક છીનવ્યો છે. અમે તે દલિતને તેનો અધિકાર અપાવીને રહીશું. પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકે કહ્યું કે નકલી દસ્તાવેજ બનાવીને કોઈ વ્યક્તિ શિડ્યૂલ કાસ્ટના કોટામાં જો નોકરી મેળવે અને કોઈ ગરીબનો હક મારવામાં આવી રહ્યો છે તો આ લડાઈને લઈને આગળ વધવું પડશે.
તેમણે વધુમાં કહ્યું કે મુંબઈમાં કોઈ પણ વ્યક્તિનું બર્થ સર્ટિફિકેટ ઓનલાઈન સર્ચ કરી શકાય છે. સમીર વાનખેડેની બહેન યાસ્મીનનું બર્થ સર્ટિફિકેટ પણ ઓનલાઈન અવેલેબલ છે. પરંતુ સમીર વાનખેડેનું નથી. અમે ખુબ સર્ચ કર્યું પરંતુ મળ્યું નહીં. શિડ્યૂલ કાસ્ટ સર્ટિફિકેટ વેલિડિટી કમિટી પાસે આ મામલો લઈ જઈને તેની તપાસ થવી જોઈએ. હું પહેલા દિવસથી કહુ છું કે એનસીબીમાં વસૂલી થઈ છે. માલદીવમાં પણ વસૂલી થઈ છે. મોટા પાયે પૈસા બનાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે