Today In History: 1992માં આજના દિવસે ડો. સુભાષ ચંદ્રાએ લોન્ચ કરી હતી દેશની પ્રથમ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ 'ZEE TV'
વર્ષ 1992માં એસેલ ગ્રુપના ચેરમેન ડો. સુભાષ ચંદ્રાએ આજના દિવસે (October 2) દેશની પહેલવહેલી ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલ 'ZEE TV' લોન્ચ કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: દેશના ઈતિહાસમાં આજની તારીખ અનેક રીતે ખુબ ખાસ છે. વર્ષ 1992માં એસેલ ગ્રુપના ચેરમેન ડો. સુભાષ ચંદ્રા (Dr Subhash Chandra) એ આજના દિવસે (October 2) દેશની પહેલવહેલી ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલ 'ZEE TV' લોન્ચ કરી હતી. તેઓ ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (Zee Entertainment Enterprises Limited) ના ફાઉન્ડર છે. જેની સ્થાપના 15 ડિસેમ્બર 1991ના રોજ થઈ હતી. તેની સ્થાપનાના થોડી દિવસો બાદ આ ચેનલનું લોન્ચિંગ થયું હતું.
ZEE ની 29મી એનીવર્સરી પર કંપનીના હાલના CEO પુનિત ગોયંકાએ કહ્યું કે, મારા માટે આ ભાવનાત્મક પળ છે કારણ કે આજે સંસ્થાને ગૌરવપૂર્ણ રીતે 29 વર્ષ પૂરા કર્યા છે.
It is a rather emotional moment for me as this precious institution completes 29 extraordinary years. I am extremely proud of the immense value ZEE has created for all its stakeholders over the years. #ZEEturns29
— Punit Goenka (@punitgoenka) October 2, 2021
It is the love you have showered upon us, that has enabled us to achieve these milestones! This journey has taught me that being challenged in life is inevitable, but being defeated is optional. Here's to many more successful years ahead! #ZEEturns29
— Punit Goenka (@punitgoenka) October 2, 2021
ડો. સુભાષ ચંદ્રાનો જન્મ હરિયાણાના આદમપુરમાં એક અગ્રવાલ વાણિયા પરિવારમાં થયો હતો. તેમના શરૂઆતના દિવસો ખુબ મુશ્કેલીભર્યા હતા કારણ કે પરિવાર 3.5 લાખ રૂપિયાના દેવાના બોજા હેઠળ હોવાના કારણે તેમની પાસે સુભાષ ચંદ્રાને ભણાવવા માટે પૈસા નહતા. આવામાં શાળાનો અભ્યાસ છોડીને તેઓ Food Corporation of India (FCI) સાથે કામ કરવા દરમિયાન પરિવારના ટ્રેડિંગના વેપારમાં જોડાઈ ગયા. ડોક્ટર ચંદ્રાએ પોતાની પ્રતિભા અને વિચારોથી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને પ્રભાવિત કર્યું. તેમણે ખાદ્યાન્નને સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કર્યું.
એસેલ વર્લ્ડની સ્થાપના
આગળ જઈને ડો. સુભાષ ચંદ્રાએ અમેરિકાના ડિઝનીલેન્ડથી પણ પ્રેરણા લીધી અને તેમણે પોતાનો એડવેન્ચર પાર્ક શરૂ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેમણે ઉત્તર મુંબઈમાં એસેલ વર્લ્ડ બનાવવા માટે જમીન ખરીદી જે 1989માં બનેલો ભારતનો પહેલો એમ્યુઝમેન્ટ પાર્ક છે.
યુવાઓના પ્રેરણાસ્ત્રોત
એસેલ વર્લ્ડ અને ઝી ટીવીની સફળતા બાદ બાદ ડો. ચંદ્રાએ ભારતની પહેલી સેટેલાઈટ ટેલિવિઝિન પ્રોવાઈડર કંપની Dish TV શરૂ કરી. આ ઉપરાંત તેમણે યુવાઓને પ્રેરણા પૂરી પાડવા માટે ‘Dr Subash Chandra Show’ પણ શરૂ કર્યો.
અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે
ડો.ચંદ્રાને પોતાની વિરાટ અને સફળ કરિયરમાં અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. 2004માં Global Indian Entertainment Personality of the Year નો એવોર્ડ પણ મળેલો છે. આ ઉપરાંત Ernst & Young’s Entrepreneur of the Year એવોર્ડ અને 1999માં બિઝનેસ સ્ટાન્ડર્ડનો Businessman of the year એવોર્ડ તથા 2010માં ઈન્ડિયન ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એવોર્ડસ સહિતના એવોર્ડ મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે