આધાર-PAN લિંક કરાવવાની આજે છેલ્લી તક, ન કર્યુ તો IT રિટર્ન મુશ્કેલીમાં

જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો જલદી કરી લો.

આધાર-PAN લિંક કરાવવાની આજે છેલ્લી તક, ન કર્યુ તો IT રિટર્ન મુશ્કેલીમાં

નવી દિલ્હી: જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો જલદી કરી લો. આધારને પેન સાથે લિંક કરાવવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે જલદી આ કામ નહીં પતાવો તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે પાન અને આધાર લિંક વગર તમે ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં તમારું ટેક્સ રિફંડ ફસાઈ શકે છે. કેન્દ્ર સરકારે પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી કર્યું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સે પાનને આધાર સાથે લિંક કરાવવાની સમયમર્યાદા ચોથીવાર વધારી. ચોથી વાર તારીખ આગળ વધારી ત્યારે સીબીડીટી દ્વારા આધારને પાન સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરાઈ હતી. જાણકારોનું કહેવું છે કે જે લોકોએ પાનને આધાર સાથે લિંક કરાવ્યું નથી તેઓનું આવકવેરા રિફંડ મુશ્કિલમાં ફસાઈ શકે છે.

ન કર્યુ લિંક તો આ પરેશાનીઓ થશે
- ઓનલાઈન ITR ફાઈલ કરી શકશો નહીં
- તમારું ટેક્સ રિફંડ ફસાઈ શકે છે.

ડેડલાઈન બાદ રદ્દી થઈ જશે પાન
ગત વર્ષ સરકારે ટેક્સપેયર્સને આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે આધારને પાન સાથે જોડવા જણાવ્યું હતું. જો કે ત્યારબાદ ડેડલાઈન આગળ વધારાઈ હતી. માર્ચ 2018માં પાન-આધાર લિંકની છેલ્લી તારીખ હતી પરંતુ સુપ્રીમ કોર્ટમાં આધારની સુનાવણીના પગલે તારીખ આગળ વધારાઈ. હવે છેલ્લી તારીખ 30 જૂન છે. જો કરદાતા આધારને પાન સાથે લિંક નહીં કરાવે તો પાનકાર્ડ રદ થઈ શકે છે. ગત દિવસોમાં સરકારે જણાવ્યું હતું કે લગભગ 30  કરોડ પાન ધારકોમાંથી લગભગ 25 ટકા લોકોએ પાનને આધાર સાથે લિંક કરાવ્યું છે. જેમાંથી 3 કરોડ પાન ગત વર્ષે જ આધાર સાથે લિંક થઈ ગયા છે.

આ રીતે કરી શકો છો પાન અને આધારને લિંક

  • સૌથી પહેલા તમે આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઈને ક્લિક કરો.
  • વેબસાઈટ પર જઈને ક્લિક કર્યા બાદ તમને સાઈટમાં એક લાલ રંગનું ક્લિક દેખાશે, જેના પર 'લિંક આધાર' લખ્યું હશે.
  • જો તમારું એકાઉન્ટ ન બન્યું હોય તો તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લોગ ઈન કર્યા બાદ તમારી સામે પેજ ખુલશે.
  • લોગ ઈન કરતા સમયે જ તમે ઉપર દેખાઈ રહેલા પ્રોફાઈલ સેટિંગને ખોલો અને આધાર કાર્ડ લિંક કરવાના ઓપ્શન પર જાઓ.
  • ઓપ્શન ખુલ્યા બાદ તમને અપાયેલા સેક્શનમાં આધાર નંબર અને કેપ્ચા કોર્ડ ભરવાના રહશે, જેને ભર્યા બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે.

એક SMSથી પણ થઈ શકે છે  લિંક

જો તમારે વેબસાઈટ પર જઈને આધાર પાન લિંક કરવામાં કોઈ મુશ્કેલી થઈ રહી હોય તો પરેશાન થવાની જરૂર નથી. તમે મોબાઈલના એક એસએમએસથી આ કામ કરી શકો છો. ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યાં મુજબ 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાન સાથે લિંક કરાવી શકો છો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news