કેબિનેટનો મોટો નિર્ણય, સરકારી કંપની BPCLમાં ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી

સરકારી કંપનીઓમાં નિવિવેશના મોરચા પર મોદી સરકાર ઝડપથી નિર્ણય લઈ રહી છે. બુધવારે મોડી સાંજે થયેલી કેબિનેટની બેઠકમાં ભારત પેટ્રોલિયમ (BPCL)માં (BPCL) પર કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. 

કેબિનેટનો મોટો નિર્ણય, સરકારી કંપની BPCLમાં  ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી

નવી દિલ્હીઃ સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટના મોરચા પર મોદી સરકાર ઝડપથી નિર્ણય લઈ રહી છે. બુધવારે મોડી સાંજે થયેલી કેબિનેટની બેઠકમાં ભારત પેટ્રોલિયમ (BPCL)માં (BPCL) પર કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. બેઠક બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમને તેની જાહેરાત કરી છે કે ભારત પેટ્રોલિયમ લિમિટેડમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ થશે. 

નિર્મલા સીતારમનની મોટી જાહેરાત
ભારત સરકારની BPCLમાં 53.29 ટકા ભાગીદારી છે. ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ થયા બાદ નવા ભાગીદારને મેનેજમેન્ટમાં પણ ભાગીદારી મળશે. નાણાપ્રધાને કહ્યું કે, નુમાલીગઢ રિફાઇનરી પર કેન્દ્ર સરકારની માલિકી બની રહેશે. પરંતુ બીપીસીએલ માઇન્સ નુમાલીગઢ રિફાઇનરીમાં પણ ડિસઇનવેસ્ટમેન્ટને જગ્યા આપવામાં આવશે. આ સાથે નાણાપ્રધાને કહ્યું કે, ડુંગળીના વધતા ભાવે વચ્ચે 1.2 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. 

BPCL પર કેબિનેટની મહોર
હકીકતમાં નફામાં ચાલી રહેલા ભારત પેટ્રોલિયમનો ભાગ વેચવાથી સરકારને આશરે 60,000 કરોડ રૂપિયાની મોટી રકમ મળી શકે છે. 

હકીતમાં કેબિનેટની બેઠક પહેલા નાણાપ્રધાને કહ્યું હતું કે કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માર્ચ 2020 સુધી પૂરુ કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.05 લાખ કરોડ રૂપિયા હાસિલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તો બીપીસીએલના વેચાણથી તેના આ લક્ષ્યના આશરે 60 ટકાનો હિસ્સો હાસિલ થઈ જશે. 

BPCLને થયો હતો 7132 કરોડ રૂપિયાનો નફો
ગત 30 સ્પટેમ્બરના ડિસઇન્વેસ્ટમેન્ટ પર રચાયેલી સચિવોની એક કોર ટીમે ભારત પેટ્રોલિયમની ભાગીદારી વેંચવાની મંજૂરી આપી હતી. બીપીસીએલ નફામાં ચાલનારી કંપની છે, તેથી સાઉદી અરામકો, રોસનેફ્ટ, કુવૈત પેટ્રોલિયમ, એક્સનમોબિલ, શેલ, ટોટલ એસએ અને અબૂધાબી નેશનલ ઓયલ કંપની જેવી દિગ્ગજ આંતરરાષ્ટ્રીય કંપની તેની ભાગીદારી ખરીદવા માટે બોલી લગાવી શકે છે. નાણાકીય વર્ષ 2018-19મા બીપીસીએલને 7132 કરોડ રૂપિયાનો નફો થયો હતો. 

નાણામંત્રીએ કહ્યું કે, SCI, કોનકોરમાં સરકાર પોતાનો તમામ ભાગ વેંચશે. THDCILને NTPCને વેંચવામાં આવશે. NEEPCOને પણ NTPCને વેંચવામાં આવશે. સરકારી ખર્ચથી બનેલા રોડને મોનેટાઇઝ કરવામાં આવશે. NHAI સિક્યોરિટાઇઝેશનના માધ્યમથી પૈસા ભેગા કરી શકે છે. ઈન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર માટે રેગુલેટર બનશે. રોડ ટોલને ઓપરેટ અને ટ્રાન્સફર માટે 15-30 વર્ષનો સમય લાગશે. 

તેમણે કહ્યું કે, ટેલિકોમ સેક્ટરના રિવાઇવલ પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. ટેલિકોમ કંપનીઓને રાહત આપવા માટે પેમેન્ટનો સમયગાળો વધારવામાં આવ્યો છે. 2021-2022 સુધી સ્પેક્ટ્રમ ફી પેમેન્ટથી રાહત આપવામાં આવી છે. 16ની જગ્યાએ 18 હપ્તામાં ચુકવણી કરવી પડશે. 

સરકારે આ પાંચ સરકારી કંપનીઓને પણ સંપૂર્ણ રીતે વેચવાનો નિર્ણય કર્યો છે. 

1. બીપીસીએલ (આસામના નુમાલીગઢ રિફાઇનરીને છોડીને)

2. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

3. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

4. ટિહરી હાઇડલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ

5. નોર્થ ઈસ્ટર્ન પાવર કોર્પોરેશન. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news