શિવસેનાના નેતા અબ્દુલ સત્તારનું વિવાદિત નિવેદન, 'MLA તોડનારાનું માથું ફોડી નાખીશું'

મહારાષ્ટ્રમાં સરકાર કોની બનશે તે તો હજુ નક્કી થયું પરંતુ શિવસેનાના નેતાઓ તરફથી વિવાદાસ્પદ નિવેદનો આવ્યાં કરે છે. મહારાષ્ટ્રની સિલ્લોડ વિધાનસભા બેઠકથી શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે વિવાદિત નિવેદન આપ્યું છે.

Viral Raval Viral Raval | Updated: Nov 20, 2019, 11:50 PM IST
શિવસેનાના નેતા અબ્દુલ સત્તારનું વિવાદિત નિવેદન, 'MLA તોડનારાનું માથું ફોડી નાખીશું'

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર કોની બનશે તે તો હજુ નક્કી થયું પરંતુ શિવસેના(Shivsena)ના નેતાઓ તરફથી વિવાદાસ્પદ નિવેદનો આવ્યાં કરે છે. મહારાષ્ટ્રની સિલ્લોડ વિધાનસભા(Sillod Constituency)  બેઠકથી શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે(Abdul Sattar) વિવાદિત નિવેદન આપ્યું છે. અબ્દુલ સત્તારે ધમકીભર્યા સૂરમાં કહ્યું કે, 'જે પણ અમારા વિધાયકો(MLA)ને તોડવાની કોશિશ કરશે, શિવસેના તેમના માથા ફોડી નાખશે.' અત્રે જણાવવાનું કે અબ્દુલ સત્તાર શિવસેનાના એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. 

મહારાષ્ટ્રમાં સરકાર કોની? શરદ પવારે PM મોદી સાથે કરી મુલાકાત, મોટી જાહેરાત થાય તેવી ચર્ચા

જુઓ VIDEO

અબ્દુલ સત્તારે Zee News સાથે વાતચીતમાં કહ્યું કે, 'જે પણ તોડફોડની રાજનીતિ અમારી શિવસેના સાથે કરશે તેનું માથું ફોડી નાખવામાં આવશે. શિવસેનાના વિધાયકોને કોઈએ પણ ખોટી રીતે તોડવાની કોશિશ કરી તો શિવસેનાના વિધાયકો તો નહીં તૂટે પણ વિધાયકોને તોડનારાના માથા જરૂર ફૂટશે.'

મહારાષ્ટ્રમાં મોદીનો 'પવાર પ્લે'! શરદ પવારની રાજકીય ચાલમાં ફસાઈ ગઈ શિવસેના?

જુઓ LIVE TV

 

અબ્દુલ સત્તાર આટલેથી જ ન અટક્યા. તેમણે વધુમાં કહ્યું કે, 'મારી આ વાતને ફક્ત ચેતવણી ન સમજતા, આ ચેતવણીની સાથે સાથે ધમકી પણ છે. શિવસેનાના વિધાયકોને જો કોઈ ફોડવા માંગતા હોય તો તેમને ચેતવણી આપવાની શિવસેનાની આ સ્ટાઈલ છે. શિવસેના ફક્ત ચેતવણી નથી આપતી, સમય આવ્યે શિવસેના આ બધી વાતોના અમલમાં જરાય પાછળ પડતી નથી.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube